નવી દિલ્હી: દેશમાં કેન્દ્રીય ચૂંટણી પંચ પર કરવામાં આવેલા આક્ષેપો વચ્ચે ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે. જે અંગે કેન્દ્રીય ચૂંટણી પંચે સ્પષ્ટતા પણ કરી છે. જેની બાદ કેન્દ્રીય મંત્રી અને એલજીપી નેતા ચિરાગ પાસવાને ચૂંટણી પંચની સ્પષ્ટતા પર સંતોષ વ્યક્ત કર્યો છે. તેમજ વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરીને પ્રિયંકા ગાંધીને પૂછ્યું છે કે તેવો ચૂંટણી કેવી રીતે જીત્યા.
વિપક્ષે પસંદગીયુક્ત ટીકા ન કરવી જોઈએ
ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે, વિપક્ષે પસંદગીયુક્ત ટીકા ન કરવી જોઈએ. તેમજ મારો પ્રશ્ન છે કે તો પછી તે લોકો કેરલમ અને હિમાચલ પ્રદેશમાં કેવી રીતે જીત્યા હતા. આ ઉપરાંત ચિરાગ પાસવાને કહ્યું હતું કે પંચે આ બાબતે સ્પષ્ટ ખુલાસો કરવો જોઈએ.
મુદ્દાસર જવાબ પર સંતોષ વ્યક્ત કર્યો
ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે અમને પહેલા ચિંતા હતી. તેમણે ચૂંટણી પંચ દ્વારા ગઈકાલે આપવામાં આવેલા મુદ્દાસર જવાબ પર સંતોષ વ્યક્ત કર્યો હતો, જેમાં તેમણે ઉઠાવેલા તમામ મુદ્દાને આવરી લેવામાં આવ્યા હતા.
તેમનો પક્ષ જીતે છે તે અંગે કોઇ સવાલ નથી ઉઠાવતા
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, તેઓ માત્ર ભાજપ કે એનડીએ શાસિત રાજ્યો પર ચોક્કસ ધ્યાન આપે છે, પરંતુ જે રાજ્યોમાં તેમનો પક્ષ જીતે છે તે અંગે કોઇ સવાલ નથી ઉઠાવતા.જેમ કે કેરળ અને હિમાચલમાં તેઓ કેવી રીતે સત્તા આવ્યા તે અંગે ધ્યાન નથી આપતા