Mon Oct 05 2026

Logo

રણબીર કપૂર ભડક્યો ફોટોગ્રાફર પર, કહ્યું બહુ બોલે છે.... વીડિયો વાયરલ

2026-09-27 20:44:02
Author: Mumbai Samachar Team
રણબીર કપૂર ભડક્યો ફોટોગ્રાફર પર, કહ્યું બહુ બોલે છે.... વીડિયો વાયરલ

બોલીવુડ એક્ટર રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ એકસાથે ડાયરેકટર સંજય લીલા ભણશાળીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’માં નજરે પડવાના છે. તાજેતરમાં ફિલ્મમાંથી ત્રણેય સ્ટાર્સનો ફર્સ્ટ લુક હાલમાં જ ફિલ્મમાંથી ત્રણેય સ્ટાર્સનો ફર્સ્ટ લુક પોસ્ટર સામે આવ્યુ છે. ત્યારબાદ ત્રણેય એક્ટર્સ અને ભણસાળી એકસાથે મુંબઇમાં કોઇ રેસ્ટોરન્ટમાં ડિનર કરવા પહોંચ્યા. ત્યાં રણબીરનું એવું રિએક્શન જોવા મળ્યું કે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયું.

જ્યારે રણબીર, આલિયા, વિકી કૌશલ અને સંજય લીલા ભણસાલીને પેપરાજીએ સ્પૉટ કર્યા, ત્યારે ચારેયે સાથે મળીને પૉઝ આપ્યા અને ફોટા પડાવ્યા. ફોટા પડાવ્યા પછી જ્યારે બધા ત્યાંથી જવા લાગ્યા અને પોતાની કાર તરફ આગળ વધ્યા, તો એક પેપરાજી વારંવાર રણબીરને જોઇને બૂમો પાડવા લાગ્યો. તે પેપરાજી વારંવાર અવાજ કરી વધુ ફુટેજ આપવાની માંગ કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં રણબીર થોડો ગુસ્સે થઈ ગયો.

રણબીર કપૂરનું રિએક્શન 

રણબીર કપૂર અચાનક પાછા ફરે છે અને પેપરાજીને કહે છે- ‘બહુ વધારે બોલી રહ્યો છે તું.’ રણબીરનો આ પ્રતિભાવ (રિએક્શન) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. ત્યારપછી તે પોતાની પત્ની આલિયા સાથે આગળ વધી જાય છે. વિકી કૌશલ પણ ત્યાંથી નીકળતો દેખાય છે.

‘લવ એન્ડ વોર’ રિલીઝ ડેટ

‘‘લવ એન્ડ વૉર’ 21 જાન્યુઆરી 2027ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ એક રૉમેંટિક-વૉર ફિલ્મ છે. તેમાં લવ-ટ્રાયેંગલની કહાની છે. કહેવાય છે કે ફિલ્મમાં રણબીર અને વિકી આર્મી ઓફિસરના રોલમાં નજર આવશે. પહેલા આ ફિલ્મ ડિસેમ્બર 2025માં જ રિલીઝ થવાની હતી, પરંતુ બાદમાં મેકર્સે તેને પોસ્ટપોન (મોકૂફ) કરી દીધી હતી. જોકે, હવે આવતા વર્ષે ત્રણેય સિતારાઓ મોટા પડદા પર લોકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે.

‘લવ એન્ડ વૉર’ પહેલા આ ફિલ્મમાં દેખાશે રણબીર કપૂર

રણબીર કપૂર ‘લવ એન્ડ વૉર’ પહેલા નિતેશ તિવારીના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ ‘રામાયણ પાર્ટ 1’ માં નજરે પડશે. આ ફિલ્મમાં તેઓ ભગવાન રામના પાત્રમાં જોવા મળશે. તેમની સાથે સાઈ પલ્લવી, યશ, રવિ દુબે, અરુણ ગોવિલ અને સની દેઓલ જેવા સિતારાઓ પણ ફિલ્મનો હિસ્સો બનવાના છે. આ ફિલ્મ આ જ વર્ષે દિવાળીના પ્રસંગે રિલીઝ થવાની છે.