Wed Jul 29 2026

Logo

ઝારખંડ પોલીસે રૂપિયા 2.20 કરોડના ઇનામી નક્સલી મિસીર બેસરાની ધરપકડ કરી

2026-07-29 17:34:31
Author: Chandrakant Kanoja
Article Image

ધનબાદ: ઝારખંડ પોલીસને નક્સલ વિરોધી ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. જેમાં પ્રતિબંધિત સીપીઆઈના પોલિટબ્યુરો સભ્ય અને 2.20 કરોડના સંયુક્ત ઇનામી નક્સલી મિસીર બેસરાની ધનબાદમાંથી ધરપકડ કરવામાં આવી છે. 

નક્સલી મિસીર બેસરા 175 કેસોમાં વોન્ટેડ હતો

નક્સલી મિસીર બેસરા પર ઝારખંડ અને ઓડિશા સરકારે તેને પકડવા માટે રૂપિયા 2.20 કરોડનું સંયુક્ત ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર તે 175 કેસોમાં વોન્ટેડ હતો અને ઝારખંડમાં માઓવાદી નેટવર્ક સ્થાપિત કરવામાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેની સાથે બે અન્ય નક્સલીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. જેમની પર  ઈનામ હતું.


ઓપરેશન દૌરા પહાર દરમિયાન ધરપકડ

ઝારખંડના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) તદાશા મિશ્રાએ બુધવારે જણાવ્યું હતું નક્સલી મિસિર બેસરાની મંગળવારે સાંજે ધનબાદ જિલ્લાના બરવડા પોલીસ સ્ટેશનના મણિયાડીહ વિસ્તારમાં ઓપરેશન દૌરા પહાર દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. 65 વર્ષીય બેસરા ગિરિડીહ જિલ્લાના મદનદીહ ગામનો વતની છે અને પ્રતિબંધિત સંગઠનના સક્રિય,ટોચના ક્રમના પોલિટબ્યુરો સભ્ય હતો.