Wed Jul 29 2026

Logo

આવી ગયું છે વોટ્સએપનું નવું ધમાકેદાર ફીચર! જાણી લેશો તો ઉછળી પડશો...

2026-07-29 17:33:22
Author: Darshana Visaria
Article Image

આજના સમયમાં વોટ્સએપ એ આપણી રોજિંદી જિંદગીનું એક અવિભાજ્ય અંગ બની ગયું છે. લોકો ચેટિંગથી લઈને વિડીયો કોલિંગ અને વિવિધ ફીચર્સનો સતત ઉપયોગ કરે છે. યુઝર્સના અનુભવને વધુ બહેતર બનાવવા માટે મેટાની આ માલિકી ધરાવતી એપ સમય-સમય પર નવા અપડેટ્સ લાવતી રહે છે. એ જ કડીમાં હવે વોટ્સએપ એક મોટું ફીચર રોલઆઉટ કરવા જઈ રહ્યું છે, જેની મદદથી યુઝર્સ સ્ટેટસ અપલોડ કર્યા પછી પણ તેનું કેપ્શન એડિટ કરી શકશે.

સ્ટેટસ ડીલીટ કરવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ:

અત્યાર સુધી જો સ્ટેટસમાં ફોટો કે વિડીયો સાથે કોઈ ટાઈપિંગ મિસ્ટેક (સ્પેલિંગની ભૂલ) થઈ જાય કે પાછળથી કેપ્શન બદલવાનું મન થાય, તો યુઝર્સે આખું સ્ટેટસ ડીલીટ કરીને ફરીથી પોસ્ટ કરવું પડતું હતું. પરંતુ આ નવા અપડેટ પછી આખી પ્રોસેસ બદલાઈ જશે. હવે ફોટો કે વિડીયો એમને એમ જ રહેશે અને તમે માત્ર ટેક્સ કેપ્શન એડિટ કરી શકશો.

માત્ર 15 મિનિટની મળશે ટાઈમ લિમિટ:

વોટ્સએપના ચેટ મેસેજ એડિટ ફીચરની જેમ જ આ કેપ્શન એડિટિંગ માટે પણ કંપનીએ ટાઈમ લિમિટ નક્કી કરવામાં આવી છે. યુઝર્સ સ્ટેટસ મૂક્યાની શરૂઆતની 15 મિનિટ સુધી જ કેપ્શનમાં ફેરફાર કે સુધારો કરી શકશે. 15 મિનિટ પૂરી થયા પછી કેપ્શન એડિટ કરવાનો વિકલ્પ મળશે નહીં.

કેવી રીતે કરી શકાશે કેપ્શન એડિટ?

મળતી માહિતી મુજબ, આ ફીચરનો ઉપયોગ કરવો અત્યંત સરળ હશે. યુઝર્સને બે સરળ વિકલ્પો મળશે.


2- માય સ્ટેટસ લિસ્ટમાંથી શેર્ડ સ્ટેટસના મેનૂમાં જઈને સીધો જ 'Edit Caption' ઓપ્શન પસંદ કરી શકાશે.

3- સ્ટેટસ ખોલતી વખતે કેપ્શનની બાજુમાં જ દેખાતા નાના પેન્સિલ આઈકોન પર ટેપ કરીને પણ તુરંત સુધારો કરી શકાશે.

કોને મળ્યું આ ફીચર અને ક્યારે થશે બધા માટે રોલઆઉટ?

હાલમાં આ ફીચર 'WhatsApp Beta for Android' ના વર્ઝન 2.26.30.1માં મર્યાદિત બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. હાલ આ ફીચર ટેસ્ટિંગ ફેઝમાં છે. ટેસ્ટિંગ સફળ રહ્યા બાદ આગામી કેટલાક અઠવાડિયામાં જ તેને તબક્કાવાર રીતે તમામ એન્ડ્રોઈડ (Android) અને iOS યુઝર્સ માટે ઓફિશિયલી રોલઆઉટ કરવામાં આવશે.