આજના સમયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ફોટો એડિટિંગ એપ્સ અને ટૂલ્સનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. માત્ર એક જ ક્લિકમાં બેકગ્રાઉન્ડ બદલવું, લાઈટિંગ એડજસ્ટ કરવી કે તસવીરને વધુ સુંદર બનાવવી ખૂબ સરળ બની ગયું છે. પરંતુ ઘણીવાર AI નો વધુ પડતો અથવા ખોટી રીતે ઉપયોગ કરવાથી તસવીરનો અસલી અને નેચરલ લુક સંપૂર્ણપણે બગડી જાય છે. જો તમે પણ સોશિયલ મીડિયા કે પ્રોફેશનલ કામ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે એઆઈ ફોટો એડિટરનો ઉપયોગ કરો છો, તો કેટલીક સામાન્ય ભૂલો ટાળવી ખૂબ જરૂરી છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફોટો એડિટિંગ કરતી વખતે થતી મુખ્ય ભૂલો:
ઓરિજિનલ ફોટોની કોપી ન રાખવી: કોઈપણ એડિટિંગ શરૂ કરતા પહેલા હંમેશા તમારા ઓરિજનલ ફોટો બેકઅપ કોપી સાચવીને રાખો, જેથી ભૂલ થાય તો પાછા ફરી શકાય.
ઓવર-સ્મૂધિંગ અને પ્લાસ્ટિક સ્કિન: એઆઈ ટૂલ્સ ચહેરાના ખીલ કે ડાઘ દૂર કરવાના ચક્કરમાં સ્કિન ટેક્સચર સંપૂર્ણપણે ગાયબ કરી દે છે, જેનાથી ચહેરો પ્લાસ્ટિક જેવો અને ફેક દેખાવા લાગે છે.
ચહેરા અને ઓળખ સાથે વધુ પડતી છેડછાડ: ફેશિયલ ફીચર્સને એટલા બધા બદલી નાખવા કે વ્યક્તિની અસલી ઓળખ જ બદલાઈ જાય.
હાથ અને આંગળીઓની વિકૃતિ: એઆઈ અવારનવાર હાથ, હથેળી કે આંગળીઓમાં ભૂલ કરે છે. ફોટો શેર કરતા પહેલા ઝૂમ કરીને આંગળીઓ ખાસ તપાસવી જોઈએ. લાઈટિંગ અને શેડોનું મિસમેચ: જ્યારે તમે એઆઈ દ્વારા બેકગ્રાઉન્ડ બદલો છો, ત્યારે વિષય (સબ્જેક્ટ) પર પડતો પ્રકાશ અને પાછળની લાઇટિંગ વચ્ચે સંતુલન ન હોય તો ફોટો એડિટેડ હોવાનું સ્પષ્ટ પકડાઈ જાય છે.
અસ્પષ્ટ અથવા ગૂંચવણભર્યા પ્રોમ્પ્ટ્સ: એઆઈને સ્પષ્ટ અને ટૂંકા નિર્દેશો આપો. જો ખોટો કે અતિશય લાંબો પ્રોમ્પ્ટ અપાશે તો ધાર્યું પરિણામ નહીં મળે.
પ્રોફેશનલ અને નેચરલ એઆઈ એડિટિંગ માટેની ગોલ્ડન ટિપ્સ:
સૂક્ષ્મ ફેરફારો કરો: એઆઈનો ઉપયોગ આસિસ્ટન્ટ તરીકે કરો, આખો ફોટો નવેસરથી બનાવડાવવાને બદલે માત્ર 10થી 20 ટકા લાઇટ કે કલર કરેક્શન કરો.
ઝૂમ-ઇન ઇન્સ્પેક્શન: સોશિયલ મીડિયા પર અપલોડ કરતા પહેલા આંખો, વાળની કિનારીઓ અને હાથની ડિટેલ્સને ઝૂમ કરીને બારીકાઈથી ચેક કરો.
ક્લિયર ઓરિજિનલ ફોટો પસંદ કરો: જેટલો મૂળ ફોટો ક્લિયર અને સારો હશે, તેટલું જ એઆઈ વધુ ઉત્કૃષ્ટ પરિણામ આપશે.