Thu Jun 18 2026

Logo

IPL 2026 પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ પ્રથમ, જાણો ગુજરાત કયા ક્રમે

2026-04-02 14:11:00
Author: MayurKumar Patel
Article Image

નવી દિલ્હીઃ આઈપીએલ 2026માં તમામ 10 ટીમોએ એક એક મેચ રમી લીધી છે. દિલ્હી કેપિટલ્સે પોતાની પ્રથમ મેચ જીતીને જ પોઈન્ટ ટેબલમાં છલાંગ લગાવી છે.  આઈપીએલમાં અત્યાર સુધીમાં રાજસ્થાન રોયલ્સ, આરસીબી, મુંબઈ ઈન્ડિયન્સ, પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સે જીત સાથે શરૂઆત કરી છે. જે ટીમોએ પ્રથમ મેચ જીતી છે તે તમામના 2-2 પોઈન્ટ છે પરંતુ જે ટીમનો નેટ રન રેટ સારો છે તેના આધારે પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

રાજસ્થાન રોયલ્સ પ્રથમ ક્રમે

રાજસ્થાન રોયલ્સનો નેટ રન રેટ સૌથી સારો છે. આ કારણે તે પ્રથમ ક્રમે છે. રાજસ્થાનનો નેટ રન રેટ 4.171 છે, જે અન્ય ટીમો કરતાં ઘણો સારો છે. આરસીબીનો નેટ રન રેટ 2.907 છે અને ટીમ બીજા ક્રમે છે. દિલ્હીની વાત કરીએ તો તેનો નેટ રન રેટ 1.397નો છે. મુંબઈ ઈન્ડિયન્સ 0.687 નેટ રન રેટ સાથે ચોથા ક્રમે છે. પંજાબ કિંગ્સે મેચ તો જીતી છે પણ નેટ રન રેટ 0.509 છે અને પાંચમાં ક્રમે છે. 

ગુજરાત ટાઈટન્સનું નથી ખૂલ્યું જીતનું ખાતું

આ દરમિયાન જે ટીમોનું ખાતું નથી ખૂલ્યું તેમાં ગુજરાત ટાઈટન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, લખનઊ સુપર જાયન્ટ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ છે. ગુજરાત ટાઈટન્સ -0.509 નેટ રન રેટ સાથે છઠ્ઠા, કોલકાલા નાઈટ રાઈડર્સ -0.687 નેટ રન રેટ સાથે સાતમા, લખનઊ સુપર જાયન્ટ્સ -1.397 નેટ રન રેટ સાથે આઠમા, સનરાઈઝર્સ હૈદરાબાદ -2.907 નેટ રન રેટ સાથે નવમા અને ચેન્નઈ સુપર કિંગ્સ -4.171 નેટ રન રેટ સાથે 10માં ક્રમે છે.