અમદાવાદઃ ન્યૂ રાણીપ વિસ્તારમાં એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મૃતક વિધાર્થી NEETની પરીક્ષાની તૈયારી કરતો હતો. પરીક્ષાના ત્રણ દિવસ પહેલા જ તેણે પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. આ વિદ્યાર્થીએ ફ્લેટના છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. વિદ્યાર્થીએ શા માટે આત્મહત્યા કરી તે અંગે હજી કોઈ જાણકારી મળી નથી, પોલીસે આ કેસમાં ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. પરીક્ષાના ત્રણ દિવસ પહેલા જ શા માટે આ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી?
ફ્લેટના છઠ્ઠા માળેથી કૂદીને 17 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
વિગતે વાત કરવામાં આવે તો, ન્યી રાણીપ વિસ્તારમાં આવેલા એરિસ્ટો આનંદમ ફ્લેટના છઠ્ઠા માળેથી કૂદીને 17 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. કહાન પટેલ નામના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. તે છેલ્લા ઘણાં સમયથી NEETની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યો હતો, પરંતુ પરીક્ષાના ત્રણ દિવસ પહેલા જ તેણે શા માટે જીવનલીલા સંકેલી લીધી હશે? આ પ્રશ્ને થઈ રહ્યો છે. આત્મહત્યાનું ચોક્કસ કારણ હજી પ્રકાશમાં આવ્યું નથી. આ કેસમાં સાબરમતી પોલીસ તપાસ કરી રહી છે.
અત્યાર સુધીમાં પાંચથી છ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી
NEET-UG પરીક્ષાનું પેપર લીક થયું અને પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. જેના કારણે અનેક વિદ્યાર્થીઓ ટેન્શનમાં આવી ગયા અને માનસિક રીતે પડી પાડ્યાં હતાં. પરીક્ષા રદ્દ કરવામાં આવી તેના કારણે અત્યાર સુધીમાં પાંચથી છ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી ચૂક્યાં છે. આજે પણ પરીક્ષાના ત્રણ દિવસ પહેલા જ 17 વર્ષીય કહાન પટેલે આત્મહત્યા કરી લીધી છે. આ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી તે મામલે અનેક યુવાનોએ શિક્ષણ વ્યવસ્થાનો વિરોધ કર્યો હતો, પરંતુમાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.