દુબઈઃ અહીં હેડ ક્વૉર્ટર ધરાવતી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ જાહેર કરેલા મેન્સ ટી-20 માટેના નવા બૅટિંગ-રૅન્કિંગ (Ranking)માં શ્રેયસ ઐયરે ત્રણ ક્રમની છલાંગ લગાવીને ચોથું સ્થાન મેળવ્યું છે અને એ સાથે ટોચના ચાર ક્રમમાં ત્રણ ભારતના ખેલાડી છે. તિલક વર્મા નવમા ક્રમે છે.
Here are the latest T20I batter rankings! India’s captain Shreyas Iyer breaks into the Top 5! #Cricket #India #ICC https://t.co/DSeluET9zK
— Sportskeeda (@Sportskeeda) October 14, 2026
શ્રેયસ (Shreyas) હવે પ્રથમ ક્રમના ઇશાન કિશન બીજા ક્રમના અભિષેક શર્મા સાથે ટૉપ-ફોરમાં જોડાયો છે. પાકિસ્તાનનો નવો કૅપ્ટન સાહિબઝાદા ફરહાન ત્રીજા નંબરે છે.
શ્રેયસને તાજેતરમાં જ ફટકારેલી ટી-20 ઇન્ટરનૅશનલની સૌપ્રથમ સેન્ચુરી ફળી છે. તેણે પહેલી વખત ટી-20માં ચોથું સ્થાન મેળવ્યું છે. ટી-20ના બોલર્સમાં વરુણ ચક્રવર્તી હજીયે નંબર-વન છે. તેના 771 રેટિંગથી અફઘાનિસ્તાનનો રાશીદ ખાન 753 રેટિંગ સાથે ઘણો દૂર છે. હાર્દિક પંડ્યા ટી-20ના ઑલરાઉન્ડર્સમાં નંબર-ટૂ છે, જ્યારે ઝિમ્બાબ્વેનો સિકંદર રઝા અવ્વલ સ્થાને છે.
દરમ્યાન, ભારતીયોની જ વાત કરીએ તો ટેસ્ટના બોલરોમાં જસપ્રીત બુમરાહે નંબર-વનની રૅન્ક જાળવી રાખી છે, જ્યારે રવીન્દ્ર જાડેજા હજી પણ ટેસ્ટમાં નંબર-વન ઑલરાઉન્ડર છે. ટેસ્ટ બૅટ્સમેનોમાં ઇંગ્લૅન્ડનો જૉ રૂટ નંબર-વન છે, જ્યારે વન-ડે બૅટ્સમેનોમાં ન્યૂ ઝીલૅન્ડનો ડેરિલ મિચલ નંબર-વન અને વિરાટ કોહલી નંબર-ટૂ છે.