Tue Oct 13 2026

Logo

પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પોલીસ સ્ટેશન જઇ ગુનો કબૂલ્યો

2026-10-13 17:25:53
Author: Yogesh D. Patel
પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પોલીસ સ્ટેશન જઇ ગુનો કબૂલ્યો

Chat GPT Image


છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગરમાં ચારિત્ર્ય પર શંકાને લઇ ઉગ્ર ઝઘડો થયા બાદ પતિએ બેરહેમીથી મારપીટ કરીને પત્નીને મોતને ઘાટ ઉતારી હતી અને બાદમાં પોલીસ સ્ટેશનમાં જઇને તેણે ગુનાની કબૂલાત કરી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ક્ધનડ ખાતે સોમવારે વહેલી સવારના આ ઘટના બની હતી, જેને પગલે પોલીસે આરોપી મૂકેશ કુંભકર્ણ (50) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 (1) (હત્યા) હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

મૂકેશ કુંભકર્ણ તેની પત્ની રોહિણી (44) અને સંતાનો સાથે છત્રપતિ સંભાજીનગરમાં રહેતો હતો. તાજેતરમાં તહેવાર નિમિત્તે તે પરિવાર સાથે ક્ધનડ ટાઉનમાં આવ્યો હતો.

મૂકેશ તેની પત્ની રોહિણીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો, જેને કારણે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. સોમવારે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ આ બાબતને લઇ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો ઉગ્ર બનતાં મૂકેશે બેરહેમીથી રોહિણીની મારપીટ કરી હતી, જેમાં ગંભીર ઇજાને કારણે તેનું મૃત્યુ થયું હતું.

મૂકેશ ત્યાર બાદ ઘરેથી નીકળીને પગપાળા ક્ધનડ સિટી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો, જ્યાં કલાક બાદ તેણે પત્નીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે મૂકેશની ધરપકડ કરીને વધુ તપાસ આદરી હતી. (પીટીઆઇ)