Thu Jul 23 2026

Logo

બનાસકાંઠાનો પરિવાર સોમનાથ જતો હતો, નડ્યો અકસ્માત, 4નાં મોત

2026-07-11 11:43:00
Author: Mayur Patel
Article Image

જૂનાગઢઃ રાજ્યમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો રહ્યો હતો. જૂનાગઢના મજેવડી ગામ પાસે હાઈવે પર  ઉભેલી એક ટ્રકની પાછળ કાર ધડાકાભેર અથડાઈ  હતી. બનાસકાંઠાનો પરિવાર સોમનાથ જતો હતો ત્યારે નડેલા આ અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતો, જ્યારે 4 લોકો ઘાયલ થયા હતાએક બાળકનો આબાદ બચાવ થયો હતો.

મળતી વિગત પ્રમાણે, બનાસકાંઠાનો એક પરિવાર સોમનાથ ખાતે અસ્થિ વિસર્જન કરવા માટે કારમાં જઈ રહ્યો હતો. મજેવડી ગામ પાસે ફોર ટ્રેક રોડ પર એક ટ્રક બંધ હાલતમાં ઉભી હતી, જેમાં પાછળથી કાર ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ સાવ કચડાઈ ગયો હતો.

ઘાયલ થયેલા ચાર લોકોમાંથી બેની હાલત ગંભીર છે અને તેમને હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને 108ની ટીમ દોડી આવી હતી અને ઘાયલોને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી હતી.

વડોદરાના ફતેગંજ રોડ પર આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નાઈટ ડ્યુટી પરથી ઘરે પરત ફરી રહેલા 28 વર્ષીય એન્જિનિયર નીલ હિતેશકુમાર શાહનું બાઇક સ્લીપ થતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નિપજ્યું હતું. 

ગઈકાલે અમદાવાદના શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે સ્કૂલ બસની પાછળના ભાગમાં એક મોપેડ રાઈડર ઘુસી જતા યુવાનનું મોત થયું છે. રસ્તા પર પડેલા ખુલ્લા ખાડા પાસે મોપેડ ચાલક DPS સ્કૂલની બસ નીચે આવી ગયો હતો. આ અકસ્માતમાં યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ સ્કૂલ બસનો ડ્રાઈવર તથા કંડક્ટર બસ છોડીને નાસી છૂટ્યા હતા. બસમાં વિદ્યાર્થીઓ બેઠેલા હતા એ સમયે આ ઘટના બની હતી. ઘટના બન્યા બાદ વિદ્યાર્થીઓને છોડીને બસ ડ્રાઈવર અને કંડક્ટર નાસી છૂટ્યા હતા.