અમદાવાદઃ રાજ્યાં ચોમાસાના બીજા રાઉન્ડે જમાવટ કરી છે. દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, રાજ્યમાં સિઝનનો 31 ટકા વરસાદ વરસી ગયો છે. પરંતુ એક વિસ્તારમાં ચોમાસું 50 ટકા વરસી ગયું છે.
અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 31.06 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં સૌથી ઓછો 3.50 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 14.75 ટકા, પૂર્વ મધ્યમાં 20.15 ટકા, સૌરાષ્ટ્રમાં 31.08 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 49.50 ટકા વરસાદ વરસી ગયો છે.
કયાં કેટલા ટકા વરસાદ
- કચ્છઃ 3.50 ટકા
- પાટણઃ 18.67 ટકા
- બનાસકાંઠાઃ 7.83 ટકા
- વાવ-થરાદઃ 12.01 ટકા
- મહેસાણાઃ 19.80 ટકા
- સાબરકાંઠાઃ 13.06 ટકા
- અરવલ્લીઃ16.08 ટકા
- ગાંધીનગરઃ 14.75 ટકા
- અમદાવાદઃ 21.90 ટકા
- ખેડા: 19.57 ટકા
- આણંદઃ 16.02 ટકા
- વડોદરાઃ 21.14 ટકા
- છોટાઉદેપુરઃ 13.62 ટકા
- પંચમહાલઃ 28.68 ટકા
- મહીસાગરઃ 31.52 ટકા
- દાહોદઃ 14.33 ટકા
- સુરેન્દ્રનગરઃ24.29 ટકા
- રાજકોટઃ 21.59 ટકા
- મોરબીઃ 14.95 ટકા
- જામનગરઃ 10.32 ટકા
- દેવભૂમિ દ્વારકાઃ 1.90 ટકા
- પોરબંદરઃ 13.13 ટકા
- જૂનાગઢઃ 46.31 ટકા
- ગીર સોમનાથઃ 42.47 ટકા
- અમરેલીઃ 47.68 ટકા
- ભાવનગરઃ 39.03 ટકા
- બોટાદઃ 28.99 ટકા
- ભરૂચઃ 34.94 ટકા
- નર્મદાઃ 23.15 ટકા
- તાપીઃ 39.07 ટકા
- સુરતઃ 58.18 ટકા
- નવસારીઃ 64.65 ટકા
- વલસાડઃ 53.99 ટકા
- ડાંગઃ 48.07 ટકા
હવામાન વિભાગ અનુસાર, આજે 22 જુલાઈ 2026ના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં અતિથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
23થી 27 જુલાઈ ક્યાં પડી શકે છે ભારે વરસાદ
23થી 27 જુલાઈ 2026 દરમિયાન નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. કચ્છ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.