Mon Jul 27 2026

Logo

ગુજરાતના 13 એથ્લિટ્સ એથલિસ્ટ ડ્રગ્સનો ઉપયોગ કરતા હોવાનો ધડાકો! કોણ છે આ રમતવીરો?

2026-07-27 10:52:00
Author: Vimal Prajapati
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં ખેલ-કૂદ ક્ષેત્રમાં સરકાર દ્વારા ખૂબ રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ અત્યારે એક એવા સમાચાર મળ્યાં છે જે ખૂબ જ ચોંકાવનારા અને ચિંતાજનક છે. ગુજરાતના ખેલાડીઓ મેડલ જીતવા માટે નશાના રવાડે ચડ્યા હોવાનો ખુલાસો થયો છે. કેન્દ્રીય રમતગમત મંત્રાલય એવો ખુલાસો કરવામાં આવ્યો કે, ગુજરાતના ખેલાડીઓ સફળ થવા માટે શોર્ટકટ રસ્તો અપનાવી રહ્યાં છે, આ શોર્ટકટ રસ્તા માટે ખાસ કરીને ગુજરાતના યુવા ખેલાડીઓ નશીલી દવાઓ લઈ રહ્યાં છે. આ ખુલાસો ગુજરાત માટે ખરેખર ચિંતાનો વિષય છે. કારણે કે, આના કારણે કેન્દ્રીય કક્ષાએ ગુજરાતની છબી ખૂબ જ ખરાબ થવાની છે. 

રમતવીરો મોંઘા અને જીવલેણ ડ્રગ્સ લેતા હોવાનો ખુલાસો

કેન્દ્રીય રમતગમત મંત્રાયલ દ્વારા ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે ગુજરાતમાં 13 ખેલાડીઓ પ્રતિબંધિત નશીલી દવાઓનો ઉપયોગ કરતા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ખેલના મેદાનમાં પ્રતિસ્પર્ધીને હરાવવા માટે પોતાના મૂળ ક્ષમતા કરતા વધારે ક્ષમતા પેદા કરવા માટે રમતવીરો જીવલેણ અને મોંઘા ડ્રગ્સનો ઉપયોગ કરી રહ્યાં છે. જે ગુજરાત માટે અને રાજ્યના અન્ય યુવા ખેલાડીઓ માટે પણ ચિંતાની બાબત બની ગઈ છે. આખરે શા માટે આવી સ્થિતિ નિર્માણ પામી છે? આ ખુલાસાઓ થતા આગામી દિવસોમાં ગુજરાતના ખેલાડીઓ કોઈ ખેલમાં જીતશે તો પહેલા તેના પર શંકા કરવામાં આવશે તેવું પણ બની શકે છે!

આ મામલે ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરીટીએ મૌન પાળ્યું!

મહત્વપૂર્ણ બાબત એ છે કે, ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરીટી દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું છે! કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા દાવા બાદ પણ ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરીટીએ કોઈ ખુલાસો કર્યો નથી!  ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરીટીએ મોં સીવી લીધું તેના કારણે આ દાવા સાચા હોવા તરફ ઈશારો થઈ રહ્યો છે. કેન્દ્રીય રમતગમત મંત્રાલયનું કહેવું છે કે, એથ્લિટ્સ પ્રતિબંધિત દવાઓનો ઉપયોગ કરી છે કે તે જાણવા માટે તેમનું નિયમિત રીતે ડોપ ટેસ્ટ કરવામાં આવે છે. એક ચોંકાવનારો ખુલાસો થયો કે, ડોપ ટેસ્ટ કરવામાં આવતા છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતના 13 એથ્લેટ્સ પ્રતિબંધિત નશીલી દવાઓ લેતા હોવાનું સાબિત થયું હતું. 

સ્પોર્ટ્સ ઓથોરીટી આ વર્ષે કેટલા ડોપ ટેસ્ટ કર્યાં?

આંકડાની વાત કરવામાં આવે તો, ભારતમાં દર વર્ષે ડોપ ટેસ્ટ કરવામાં આવે છે. વર્ષ 2023માં 213 ડોપ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. તે પછી ક્રમશઃ વર્ષ 2024માં 260 ડોપ ટેસ્ટ, વર્ષ 2025માં 131 ડોપ ટેસ્ટ અને વર્ષ 2026માં 78 ડોપ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. આ દરમિયાન ગુજરાતના 13 એથ્લેટ્સ પ્રતિબંધિત નશીલી દવાઓ લેતા હોવાનું સામે આવ્યું હતું. વર્ષ પ્રમાણે વાત કરવામાં આવે તો, 2024માં 6  ગુજરાતી એથ્લેટ્સ, વર્ષ 2025માં 5 ગુજરાતી એથ્લેટ્સ અને 2026માં 2 ગુજરાતી એથ્લેટ્સ ડોપ ટેસ્ટમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યાં હતાં.