Thu Apr 30 2026

Logo

ફોકસઃ વાસણથી થતી માનસિક ને શારીરિક સારવાર અંગે જાણો છો?

2026-03-26 10:02:00
Author: Mumbai Samachar Team
Article Image

ઝુબૈદા વલિયાણી

આપણે વારંવાર હેલ્ધી ફૂડ ખાવાનો આગ્રહ રાખીએ છીએ, જેથી
- હેલ્થ સારી રહે અને
- શરીરને તંદુસ્ત રાખવા આપણે હેલ્ધી ફૂડ રાંધીએ પણ છીએ.
- પરંતુ 
- સારું ભોજન બનાવવા માટે વાસણોની ક્વૉલિટી સારી હોય એ જરૂરી છે.
- એ માટે કૂકિંગ મટીરિયલના ફાયદા અને નુકસાન વિશે ખબર હોવી જોઈએ એ પણ જરૂરી છે.

- આમ કરવાથી રસોઈ બનાવવા માટે
- પરફેક્ટ વાસણની પસંદગી કરવાનું સરળ બની જશે.
- તો જાણીએ એમાંથી થોડા વિશે:

* કાસ્ટ આયર્નમાં કૂકવેરનું વજન વધારે, પણ
* કિંમત ઓછી હોય છે.
- એમાં જલદી કાટ લાગતો નથી.
- આ વાસણમાં બનાવવામાં આવેલ આહારમાં આયર્ન ક્ધટેન્ટ વધારે હોય છે.

- એનિમિયાના દર્દીની રસોઈ બનાવવા માટે આ વાસણોનો ઉપયોગ કરવામાં આવે તો દર્દીને ફાયદો થશે.
* કોપર (તાંબા)ના વાસણ હિટ કન્ડક્ટર છે. 

- આ ઍસિડ અને સોલ્ટની સાથે રિઍક્ટ કરે છે.
- આહારમાં રહેલું ઑર્ગેનિક ઍસિડ વાસણોની સાથે રિઍક્ટ કરીને વધારે કોપર ઉત્પન્ન કરી શકે છે જે દરેકના શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે.

* એલ્યુમિનિયમનાં વાસણો
- હલકાં-મજબૂત,
- ગુડ હિટ ક્ધડક્ટ અને
- વધારે મોંઘા નથી હોતાં.

- આહારમાં જોવા મળતો ઍસિડ અને સોલ્ટથી ઍલ્યુમિનિયમ ઓગળવા લાગે છે, જેનાથી વાસણમાં કાણા પડી જાય છે.
- સ્ટ્રોન્ગ ઍસિડિક ફૂડ જેમ કે 
* ચા,

* ટામેટાનો પેસ્ટ વગેરેને ઍલ્યુમિનિયમનાં વાસણોમાં બનાવવાનું ટાળો.
* હાર્ડ એનોડાઈઝડ ઍલ્યુમિનિયમ સુરક્ષિત છે.
- આ ઍલ્યુમિનિયમને ઓગળતો અટકાવે છે અને તેને સ્ક્રેચપ્રૂફ બનાવે છે. તે ઘણું સ્મૂથ હોવાને લીધે ખાવાનું ચોંટતું નથી.

* હાઈ ગ્રેજ સર્જિકલ સ્ટીલ
* જેમ કે એએમસીના વાસણો પર રોસ્ટિંગ ફ્રાય કરવું.
* બ્રૅકિંગ કે ખાવાનું સર્વ કરવું સરળ છે.
- આ વાસણો લાંબા સમય સુધી ચાલે છે.

- એની કાળજી રાખવી મુશ્કેલ નથી.
ઈનેમલ-કોટેડ આયર્ન અને સ્ટીલનાં વાસણો પર સ્ક્રેચ પડતા નથી.

- એમાં ખાદ્ય પદાર્થની સુગંધ અટકતી નથી.
- તેને યોગ્ય રીતે હૅન્ડલ કરો તો ઈનેમલ પોટ જીવનભર ચાલે છે અને
- હેલ્થ માટે પણ હેલ્ધી રહે છે.
- લાડકી પૂર્તિની વહાલી વાચક બહેન-દીકરીઓ!

- વાસણથી થતી માનસિક અને શારીરિક સારવાર અંગેના અભ્યાસપૂર્ણ લેખને વાંચ્યા પછી આપનો અભિપ્રાય અમને પ્રોત્સાહન અને દીશા દાખવનારો બની રહેવા પામશે.
* * **
જરા હસો
- દર્દી : ‘ડૉક્ટર, સર્જરી કર્યા પછી હું વાયોલિન વગાડી શકીશ?’
* ડૉક્ટર : ‘ચોક્કસ, કમે નહીં?’
- દર્દી : ‘અરે વાહ! આ પહેલાં તો મેં ક્યારેય નહોતું વગાડ્યું!’
* * *
* ‘એ માણસને એના મૃત્યુની તારીખ પહેલેથી ખબર હતી.’
- ‘કોઈ જ્યોતિષીએ કહ્યું હશે...!’
* ‘ના, ન્યાયાધીશે...!’