Sat May 02 2026

Logo

પ્રીમિયર લીગમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન લિવરપુલની સતત ત્રીજી મૅચ જીત્યા વિનાની...

London   2026-03-21 22:35:08
Author: Ajay Motiwala
Article Image

Reuters


બ્રાઇટન સામે 1-2થી હાર: શું લિવરપુલ ચેમ્પિયન્સ લીગની રેસમાંથી બહાર થઈ જશે?

લંડનઃ
ફૂટબૉલની ઇંગ્લિશ પ્રીમિયર લીગ (EPL)માં ડિફેન્ડિંગ ચૅમ્પિયન લિવરપુલની ટીમ સતત ત્રીજી મૅચમાં વિજયથી વંચિત રહી છે જેને લીધે આ ટીમ ચૅમ્પિયન્સ લીગમાં ક્વૉલિફાય થવાની તક કદાચ ગુમાવી બેસે એવી એની હાલત છે. 

શનિવારે બ્રાઇટન સામે લિવરપુલ (LIVERPOOL)નો 1-2થી પરાજય થયો હતો. બ્રાઇટન વતી બન્ને ગોલ ડૅની વેલબેકે અનુક્રમે 14 અને 56મી મિનિટમાં કર્યા હતા. 

લિવરપુલનો એકમાત્ર ગોલ મિલૉસ કેર્કેઝે 30મી મિનિટમાં નોંધાવ્યો હતો. ડૅનીના 56મી મિનિટના ગોલ બાદ લિવરપુલની ટીમ મૅચને સરસાઈમાં લાવવામાં નિષ્ફળ ગઈ હતી. લિવરપુલે 2024-'25ની ઇપીએલનું ટાઇટલ જીતી લીધું હતું.

જોકે એને છેલ્લી ત્રણ મૅચમાં માત્ર એક પૉઇન્ટ મળ્યો હતો અને હાલમાં પૉઇન્ટ્સ ટેબલમાં પાંચમા સ્થાને છે. ચેલ્સી છઠ્ઠા ક્રમે છે, પણ લિવરપુલથી એક જ પૉઇન્ટ દૂર છે. આ લિસ્ટમાં ટોચની પાંચ ટીમને ચૅમ્પિયન્સ લીગમાં જવા મળે છે.