ગ્લાસગો: કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત અત્યારે સારૂ એવું પ્રદર્શન કરી રહ્યું છે. કોમનવેલ્થ ગેમ્સ 2026માં 9મો દિવસ ભારત માટે ખૂબ જ સારો રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, જેવેલિન થ્રો મેડલ ઇવેન્ટમાં સફળતા મળી છે. બધાની નજર મુખ્યત્વે સ્ટાર ભારતીય ભાલા ફેંક નીરજ ચોપરા પર હતી, જેમણે 85.83 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો, જ્યારે યશ વીર સિંહે 85.41 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આમાં ગોલ્ડ મેડર શ્રીલંકા લઈ ગયું છે. શ્રીલંકાના રૂમેશ થરંગાએ 89.75 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે.
જેવેલિન થ્રોમાં કુલ 13 ખેલાડીઓ ક્લોલિફાય થયાં
આ ખેલની વાત કરવામાં આવે તો જેવેલિન થ્રોમાં કુલ 12 ખેલાડીઓ ક્વોલિફાય થયાં હતાં. જેમાં ભારતના ત્રણ ખેલાડીઓ પોતાનું સ્થાન જમાવ્યું હતું. નીરજ ચોપરાની વાત કરવામાં આવે તો, નીરજ ચોપરાએ પહેલા પ્રયાસમાં 80.97 મીટર, બીજા પ્રયાસમાં 85.83 મીટર (સિઝનનો સૌથી બેસ્ટ) થ્રો ફેક્યો હતો. આ થ્રો સાથે ભાલે ફેંકમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. તે પછી ત્રીજા રાઉન્ડમાં 81.29 મીટર અને ચોથા પ્રયાસમાં 80.73 મીટરનો થ્રો ફેક્યો હતો. ચાર પ્રયાસ બાદ પણ નીજર ચોપરા રૂમેશ થરંગાને પાછળ ના છોડી શક્યાં અને બીજા સ્થાને સંતોષ માનવો પડ્યો!
Champions know.
— Sony Sports Network (@SonySportsNetwk) July 31, 2026
The javelin was still in the air. The message was already clear.
Neeraj Chopra's second throw travelled 85.83m, his season's best.
Watch the Commonwealth Games Glasgow 2026 LIVE & EXCLUSIVE on Sony Sports Network TV channels & Sony LIV.… pic.twitter.com/OZpCUfPVFA
આ સાથે યશ વીર સિંહ અને રોહિત યાદવે પણ જેવેલિન થ્રો સ્પર્ધામાં ભાગ લીધો હતો. રોહિત યાદવ 81.56 મીટરના થ્રો સાથે સાતમા સ્થાને રહ્યો હતો. જ્યારે યશ વીર સિંહે અંતિમ રાઉન્ડમાં પોતાનો બેસ્ટ 85.41 મીટરના થ્રો સાથે તે ત્રીજા સ્થાને પહોંચી ગયો હતો. આ થ્રો સાથે યશવીર સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. એટલે કે ભાલા ફેંકમાં ભારતે બે મેડલ હાંસલ કર્યાં છે.
Congratulations to Yash Vir Singh for winning the Bronze in the Men’s Javelin event! He produced an impressive throw, reflecting his zeal and dedication. His achievement will inspire many young athletes. All the best to him for the endeavours ahead. #CWG2026 pic.twitter.com/nMq59WERgs
— Narendra Modi (@narendramodi) August 1, 2026
કોમનવેલ્થ ગેમ્સ 2026માં જેવેલિન થ્રો સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો તે માટે નીરજ ચોપરા અને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ યશવીર સિંહને પીએમ મોદીએ શુભેચ્છાઓ આપી છે. એક્સ પર પોસ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું કે, જેવેલિન થ્રો સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ યશ વીર સિંહને અભિનંદન! તેમણે પ્રભાવશાળી થ્રો કર્યો, જે તેમના ઉત્સાહ અને સમર્પણને પ્રતિબિંબિત કરે છે. તેમની સિદ્ધિ ઘણા યુવા ખેલાડીઓને પ્રેરણા આપશે. તેમને આગળના પ્રયાસો માટે શુભકામનાઓ.
An outstanding Silver for Neeraj Chopra in the Men’s Javelin event at Glasgow!
— Narendra Modi (@narendramodi) August 1, 2026
He has once again demonstrated remarkable consistency, composure and spirit. His successes make every Indian proud. My best wishes to him for the endeavours ahead. #CWG2026@Neeraj_chopra1 pic.twitter.com/5sJjjCQg4W