દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
ભરૂચમાં ક્લાસ-વન અધિકારીએ કર્યો આપઘાત
ભરૂચમાં આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા એક યુવા સરકારી અધિકારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, પિયુષભાઈ ઉકાણી એક મહિના અગાઉ જ બદલી થઈ આયોજન વિભાગમાં ક્લાસ-વન અધિકારી તરીકે ફરજ પર હાજર થયા હતા અને ઝાડેશ્વરની રામેશ્વર પાર્ક સોસાયટીમાં ભાડાના A-12 નંબરના મકાનમાં રહેતા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી હતી. તેમાં તેઓએ આર્થિક સંકટ, લોન અને ક્રેડિટ કાર્ડના વધતા દેવાના બોજને કારણે તેઓ ભારે માનસિક તણાવ અનુભવી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે રામ મંદિર દાન ચોરી કેસમાં સ્ટેટસ રિપોર્ટ માંગ્યો
જાહેર હિતની અરજીની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રામ મંદિર ટ્રસ્ટને નોટિસ ફટકારી હતી. સુપ્રીમ કોર્ટે ઉત્તર-પ્રદેશ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને રામ મંદિર દાન ચોરી કેસની તપાસ અંગે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને પણ નોટિસ ફટકારી હતી. 20 જુલાઈએ આ મામલાની સુનાવણી થશે.
સુરેન્દ્રનગરના સાયલામાં વેલનાથ આશ્રમના મહંત પર તલવાર વડે હુમલો
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સામતપર બોર્ડ પાસે આવેલા પ્રખ્યાત વેલનાથ આશ્રમના મહંત ગૌસ્વામી બળદેવગિરી ઉપર એક શખ્સે તલવાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. હુમલાખોર ડોળિયા ગામનો હોવાનું પ્રાથમિક વિગતોમા સામે આવ્યું છે. લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત મહંતને તાત્કાલિક 107 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સાયલાની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાં તેમની તબિયત વધુ લથડતા અને ઊંડ જખમો હોવાને કારણે તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવાયા છે.