Mon Aug 17 2026

Logo

ગુજરાતની આ કોર્પોરેશન ભાજપના મુસ્લિમ ઉમેદવાર જીત્યા, કૉંગ્રેસ ઉમેદવારની ડિપોઝિટ ડુલ

2026-07-30 12:56:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં યોજાયેલી કોર્પોરેશનની પેટા ચૂંટણીના પરિણામ આજે જાહેર થયા હતા. જૂનાગઢ કોર્પોરેશનના વોર્ડ નં3ના ભાજપના મુસ્લિમ ઉમેદવાર અક્રમ કુરેશી જીત થઈ હતી, જ્યારે કૉંગ્રેસ ઉમેદવારની ડિપોઝિટ ડુલ થઈ હતી. પેટા ​ચૂંટણી પરિણામ જાહેર થતાંની સાથે જ ભાજપના આગેવાનો, કાર્યકરો અને સમર્થકોમાં ભારે ખુશીની લહેર ફરી વળી હતી.

જૂનાગઢના વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અક્રમ કુરેશીએ કૉંગ્રેસના ઉમેદવારને એક તરફી હાર આપી હતી. ભાજપના મુસ્લિમ ઉમેદવારની જીત બાદ કાર્યકરો અને જૂનાગઢ શહેરમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. આ વોર્ડમાં છેલ્લા 12 વર્ષથી ઉમેદવારો બિનહરીફ ચૂંટાતા આવ્યા છે.

મતગણતરીના પ્રથમ રાઉન્ડથી જ ભાજપના ઉમેદવાર અક્રમ કુરેશીએ પોતાની લીડ જાળવી રાખી હતી, જે રાઉન્ડ વધવાની સાથે સતત વધતી ગઈ હતી અને અંતે મોટા માર્જિનથી વિજય મેળવ્યો હતો. જીત બાદ અક્રમ કુરેશીએ જણાવ્યું હતું કે, હું વોર્ડ નંબર ૩ ના તમામ નાગરિકો, વડીલો અને ભાજપના હોદ્દેદારોનો આભાર માનું છું. આ માત્ર મારી એકલાની નહીં, પરંતુ સમગ્ર વોર્ડ નંબર ૩ ની જીત છે.

 જૂનાગઢ ઉપરાંત રાજ્યના અન્ય બે કોર્પેોરેશનના પરિણામ જાહેર થયા હતા. વિસનગર નગરપાલિકામાં ભાજપના ઉમેદવાર નીતિન મોદી વિજેતા થયા હતા. જ્યારે આણંદ જિલ્લા પંચાયતની પાળજ બેઠક પર પણ ભાજપનો વિજય થયો હતો.