નવી દિલ્હીઃ મોઘવારીનો મારથી અનેક એવા પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે. જીવનજરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થતા ઘરખર્ચની સામે બચત કરવી કઠિન થઈ રહી છે. પેટ્રોલ-ડીઝલ, ગેસના ભાવમાં વધારો થતા દરેક કોમોડિટીને આંશિક અસર થઈ છે. હવે વાવડ એવા મળી રહ્યા છે કે,હવાઈ યાત્રા મોંઘી થઈ શકે છે. સરકારની પ્રાઈસ સ્ટેબલાઈઝેશન સ્કિમ અંતર્ગત ડૉમેસ્ટિક એરલાઈન્સ હવે ત્રણ વર્ષ માટે એવિએશન ટર્બાઈન ફ્યૂઅલની કિંમત નક્કી કરી શકે છે. આ સાથે સરકારી ફ્યૂલ રિટેલર્સે પણ ફ્યૂઅલની કિંમતમાં 10 ટકાનો વધારો કર્યો છે.
એરલાઈન્સ કંપનીઓને મળ્યો ઓપ્શન
આ નવી વ્યવસ્થા અંતર્ગત જે એરલાઈન્સ આ સ્વૈચ્છિક યોજનાની પસંદગી કરશે તેને એવિએશ ટર્બાઈન ફ્યૂઅલ માટે 115 રૂપિયા/લિટરની નક્કી કરેલી કિંમત ચૂકવવી પડશે. અગાઉ આ કિંમત 107.927 રૂપિયા/લિટર હતી. હવે જે એરલાઈન્સ આ ફ્રેમવર્કની બાહર રહેવાનો નિર્ણય કરે છે તો તે માર્કેટ સાથે જોડાયેલા રેટ પર ફ્યૂઅલ ખરદશે. આ રેટ અત્યારે આશરે 142 રૂપિયા/લિટર છે, જે ઈન્ટરનેશનલ એરલાઈન્સ દ્વારા ચૂકવવામાં આવતી કિંમતના બરોબર છે. આનો અર્થ એ સ્પષ્ટ થયો છે કે, હવાઈ યાત્રામાં એર ટિકિટ અત્યારે છે એના કરતા થોડી મોંઘી થઈ શકે છે. આ વિષય પર સૂત્રોના જણાવ્યા અનુસાર આ સ્કિમ સંપૂર્ણ રીત ઓપ્શનલ છે.
સમજવા જેવું છે આ ગણિત
આ માટે એરલાઈન્સ કંપની ખુદ નક્કી કરશે કે, આ યોજનામાં સામેલ થવું છે કે નહીં.જે એરલાઈન્સ સામેલ થશે એમને પણ લોકઈન પીરિયડ દરમિયાન ઈન્ટરનેશલ બેંચમાર્કની કિંમતમાં થનારા ફેરફારથી સુરક્ષિત રહેશે. હવે જે એરલાઈન્સ આ યોજનામાં સામેલ નહીં થાય તેને કિંમત ઘટવા છતા પણ ફાયદો થઈ શકે છે, પણ જ્યારે કિંમત વધશે ત્યારે વધારાનો આર્થિક બોજ ઊઠાવવો પડશે. ફિક્સ્ડ પ્રાઈસ ફોર્મ્યુલા 86.32 રૂપિયા/લિટર ફ્રીઓન બોર્ડ બેંચમાર્ક પર આધારિત છે, જેમાં એરપોર્ટ ચાર્જ, ઓલ કંપનીઓનું માર્જિન તથા ટેક્સ પણ સામેલ છે. આનો અર્થ એ થયો કે,ATF ની અસરકારક કિંમત દિલ્હીમાં પ્રતિ લિટર ₹115, મુંબઈમાં પ્રતિ લિટર ₹114.5 અને ચેન્નાઈમાં પ્રતિ લિટર ₹139 હશે.આ સિસ્ટમ હેઠળ, જો વૈશ્વિક બેન્ચમાર્ક ભાવ પ્રતિ લિટર ₹86.32 ના બેઝ રેટથી ઉપર વધે છે, તો સરકાર આ તફાવતને પૂરવા માટે તેલ માર્કેટિંગ કંપનીઓને વ્યાજમુક્ત એડવાન્સિસ આપશે.
ડૉમેસ્ટિક લેવલ પર મોટી અસર
જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ ઘટશે, ત્યારે વધારાની રકમ વસૂલ કરવામાં આવશે. ભારતના કોન્સોલિડેટેડ ફંડમાં પાછી જમા કરવામાં આવશે.નુકસાની ભરપાઈ કરવા માટે એવિએશન સેક્ટરને ભવિષ્યમાં થનારા ઊતારચડાવથી બચાવવા માટે કેન્દ્રીય કેબિનેટે 10 હજાર કરોડના પ્રાઈસ સ્ટેબિલાઈઝેશનને મંજૂરી આપી દીધી છે. ઈન્ટરનેશલ માર્કેટમાં કિંમતમાં વધારો થતા આ વઘારાનો આર્થિક માર ગ્રાહકો પર નાખવામાં આવતા સરકારી ઓઈલ કંપનીઓને નુકસાન થતું હતું. સરકારે આ પગલું એવા સમયે ઊઠાવ્યું છે જ્યારે વર્ષની શરૂઆત આ વખતે મિડલઈસ્ટમાં યુદ્ધથી થઈ રહી છે. આ કારણે ગ્લોબલ ફ્યૂઅલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે થતાં દિલ્હીમાં ડૉમેસ્ટિક ATFની કિંમત બે મહિનાથી વધારે સમય હોવા છતાં આશરે 105 રૂપિયા/લિટર પર સ્થિર છે.