Tue Jul 28 2026

Logo

લોકસભામાં એન્ટી પેપર લીક બિલ મુદ્દે ચર્ચામાં સરકાર વિપક્ષ આમને સામને

2026-07-28 16:22:50
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: લોકસભામાં એન્ટી પેપર લીક બિલ મુદ્દે ચર્ચા દરમિયાન સત્તાધારી પક્ષ અને વિપક્ષ કોંગ્રેસ આમને સામને આવ્યા હતા. જેમાં સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ચર્ચાની શરૂઆત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે યુપીએ સરકાર દરમિયાન પણ પેપર લીક થતાં હતા તેમ છતાં કોઇ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી. જેના જવાબમાં કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઇએ સમગ્ર બિલને માત્ર દેખાવો ગણાવ્યો હતો. 

આ મુદ્દાને ઉકેલવા માટે ખાસ કાયદાની જરૂર

આ અંગે ગૃહમાં ચર્ચા શરૂ કરતા ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે વર્ષ 2009માં રેલ્વે પરીક્ષાનું પેપર લીક થયું હતું અને 2012માં દિલ્હી એઈમ્સ પરીક્ષાનું પેપર લીક થયું હતું. પેપર લીક એ કોઈ એક રાજ્ય પૂરતી મર્યાદિત સમસ્યા નથી. આ મુદ્દાને ઉકેલવા માટે ખાસ કાયદાની જરૂર છે.

આ સુધારો કાયદાને વધુ મજબૂત બનાવવા માટે 

આ ઉપરાંત મંત્રી જિતેન્દ્ર સિંહે બિલની જોગવાઈઓ રજૂ કરી હતી. જેમાં  જાહેર પરીક્ષા સુધારા બિલ-2026 પર  જણાવ્યું હતું કે આ સુધારો કાયદાને વધુ મજબૂત બનાવવા અને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા માટે રજૂ કરવામાં આવી રહ્યો છે. જેનાથી આ પરીક્ષાઓની વિશ્વસનીયતામાં વધારો અને પુનઃસ્થાપન થાય છે.

દંડ વધારીને રૂપિયા 50 લાખ કરવામાં આવ્યો

તેમણે જણાવ્યું હતું કે આજે રજૂ કરવામાં આવી રહેલા સુધારા હેઠળ સજાની મુદત ઓછામાં ઓછી 5 થી 10 વર્ષ નક્કી કરવામાં આવી છે. તેમજ દંડ વધારીને  રૂપિયા 50 લાખ કરવામાં આવ્યો છે. 

સર્વિસ પ્રોવાઇડરને રૂપિયા 5 કરોડનો દંડ 

વર્ષ 2024ના કાયદામાં  સર્વિસ પ્રોવાઇડરને  રૂપિયા 1 કરોડ સુધીનો દંડ નક્કી કરવામાં આવ્યો હતો. જે હવે વધારીને  રૂપિયા 5 કરોડ કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2024ના કાયદામાં એવી પણ જોગવાઈ હતી કે સર્વિસ પ્રોવાઇડરને આગામી ચાર વર્ષ સુધી કોઈપણ પરીક્ષા લેવાથી પ્રતિબંધિત કરવામાં આવશે. આજે આ સુધારા હેઠળ સમયગાળો આઠ વર્ષ સુધી લંબાવવામાં આવી રહ્યો છે.

સંગઠિત ગુનાઓમાં ગેંગને દંડ રૂપિયા 10 કરોડ કરવાનો પ્રસ્તાવ

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે સંગઠિત ગુનાઓ  જેમાં માફિયા ગેંગ સાથે સંકળાયેલા પહેલા 5 થી 10 વર્ષ સુધીની હતી. હવે વધારીને 7 થી 10 વર્ષ કરવામાં આવી છે. જે અગાઉ  રૂપિયા 1 કરોડ સુધી મર્યાદિત હતો. હવે તેને વધારીને ₹10 કરોડ કરવાનો પ્રસ્તાવ છે.

ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવશે

અમે પરીક્ષાઓમાં અન્યાયી માધ્યમોના ઉપયોગ સાથે સંકળાયેલા કેસોને હેન્ડલ કરવા માટે ખાસ ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવશે. અમે આ માટે ચોક્કસ સમયમર્યાદા પણ નક્કી કરી છે. આ તપાસ બે મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવશે.