Tue Jul 28 2026

Logo

પીઓકેના મીરપુરમાં ધરણાં કરતા લોકો ફાયરિંગ, અનેક લોકો ઘાયલ, વિડીયો વાઇરલ

2026-07-28 16:35:15
Author: Chandrakant Kanoja
Article Image

મીરપુર: પીઓકેના કાશ્મીરના મીરપુરમાં રાવલકોટ ઘટના અંગે ધરણાં કરી રહેલા લોકો પર પાકિસ્તાની સુરક્ષા દળોએ ફાયરિંગ કર્યું હતું. જેના લીધે અફડા તફડી મચી હતી. તેમજ અનેક લોકો ઘાયલ થયા હતા. જેના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે. 

રસ્તાઓ વિખેરાયેલા વાહનો જોવા મળ્યા  

તેમજ ઘટનાસ્થળના આ વીડિયોમાં અનેક પલટી ગયેલી મોટર સાયકલ અને રસ્તાઓ પર વિખેરાયેલા વાહનો જોવા મળે છે. જેમાં લોકો ભાગી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા  મળે છે.

વીડિયોમાં લોકો ભાગતા જોવા મળ્યા 

આ ઉપરાંત વીડિયોમાં લોકો ભાગતા જોવા મળે છે. જેમાં કેટલાક લોકો ઘેરા રંગના કપડાં પહેરેલા છે જે સુરક્ષા કર્મચારીઓ અથવા સૈનિકો જેવા દેખાય છે. જ્યારે કેટલાક સામાન્ય કપડાં પહેરેલા જોવા મળે છે. આ વીડિયો કોઈ ઇમારત અથવા પુલ પરથી  લેવામાં આવ્યો હતો.