Thu Sep 03 2026

Logo

ગુજરાતમાં ભારે વરસાદથી અમદાવાદ-મુંબઈ રેલવે વ્યવહાર ખોરવાયો, આ ટ્રેનો કરાઈ કેન્સલ, જુઓ લિસ્ટ

2026-07-24 08:10:00
Author: Mayur Patel
ગુજરાતમાં ભારે વરસાદથી અમદાવાદ-મુંબઈ રેલવે વ્યવહાર ખોરવાયો, આ ટ્રેનો કરાઈ કેન્સલ, જુઓ લિસ્ટ

અમદાવાદઃ ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદની અસર અમદાવાદ-મુંબઈ રેલવે વ્યવહાર પર થઈ છે. બંને શહેર વચ્ચે દોડતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોનો રૂટ ટુંકાવાયો છે.

અમદાવાદ-મુંબઈ વચ્ચે કેન્સલ કરાયેલી ટ્રેન

1. 12901 દાદર - અમદાવાદ ગુજરાત મેલ
2. 12934/33 અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ કર્ણાવતી
3. 12932/31 અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ ડબલ ડેકર 
4. 22962/61 અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ વંદે ભારત 
5. 82902/901 અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ તેજસ એક્સપ્રેસ

 અમદાવાદ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. ચાણવાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિવિધ તાલુકાઓમાં રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે.

આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ નાગરિકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. ઉપરાંત ભારે વરસાદ અને ટ્રાફિકની સ્થિતિ વચ્ચે લોકોની સુરક્ષા જળવાઈ રહે તેથી ખાનગી કંપનીઓ, સંસ્થાઓ અને ઓફિસોને 24 અને 25 જુલાઈ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ અથવા રજા આપવાની વિનંતી કરી છે.