Wed Apr 29 2026

Logo

યુટ્યુબમાં સર્ચ કરવું હવે બનશે સરળ, આસ્ક ફીચર રોલઆઉટ થતા દરેક વીડિયો પ્લે નહીં કરવા પડે

2026-04-29 21:54:05
Author: Mumbai Samachar Team
Article Image

કેલિફોર્નિયાઃ યુટ્યુબ પર એક નવું ફીચર આવી રહ્યું છે જે યુઝર્સને દમદાર ફાયદો કરાવશે,જેમ ગૂગલે 'એઆઈ ઓવરવ્યુ'ને સર્ચમાં રોલ આઉટ છે,એ જ રીતે હવે યુટ્યુબ પર પણ આવી અપડેટ લઈને આવી રહ્યું છે. યુટ્યુબ પર જે રીતે સર્ચ કરો છો તેમાં ટૂંક સમયમાં સંપૂર્ણ પરિવર્તન આવી શકે છે. ગૂગલ "આસ્ક યુટ્યુબ" નામની એક નવી AI સુવિધા પર કામ કરી રહ્યું છે. આ સુવિધા હાલમાં ટેસ્ટિંગ તબક્કામાં છે અને શરૂઆતમાં ચોક્કસ યુઝર્સ માટે જ રોલઆઉટ કરવામાં આવ્યું છે. 

સર્ચ અવેરનેસ આવશે

આ પહેલા યુટ્યુબે પેઈડ અને સબસ્ક્રિપ્શન ફીચર રોલઆઉટ કર્યું હતું, જેમાં યુઝરને એડ વગર સોંગ કે વીડિયો સાંભળવા માટે મળે છે. કંપનીએ આમા ડીવાઈસને ઈ મેઈલ આડીથી સિક્રોનાઈઝ કરીને એક ડીવાઈસ પૂરતું સીમિત કર્યું છે, જોકે એક આઈડી પર બીજા ઘણા યુઝર્સ પણ એક સબસ્ક્રિપ્શનનો લાભ મેળવતા હોય છે.કંપની ગૂગલ સર્ચની જેમ યુટ્યુબને પણ અપગ્રેડમાં સ્થાન આપવાની તૈયારી કરી રહી હોય તેવું લાગે છે.યુટ્યુબમાં સર્ચ ઓપ્શન છે, પણ એમાં કોઈ પ્રકારનું સર્ચ અવેરનેસ નથી જે ગૂગલ સર્ચમાં યુઝર્સને મળે છે. કંપની આ વસ્તુને બદલવા માગે છે. હકીકત એ છે કે, હાલમાં ગૂગલ સર્ચ કરવામાં આવે તો એઆઈ કે જેમીની જે તે વિષયનો સંક્ષિપ્ત સાર આપે છે. એ પછી બીજી લિંક આપે છે. 

સવાલ પૂછી શકાશે

આ નવા અપડેટની ખાસ વાત એ છે કે હવે ફક્ત કીવર્ડ્સ લખવાની મથામણ નહીં કરવી પડે. ડાયરેક્ટ સવાલ કરીને પણ વીડિયો ફોર્મેટમાં આન્સર લઈ શકાય છે. ચેટબોટ સાથે વાતચીત કરવા જેવું આ ફીલ થશે.બીજા શબ્દોમાં કહીએ તો, યુટ્યુબ પર સર્ચ કરવું એ ગૂગલ અથવા ચેટજીપીટીનો ઉપયોગ કરવા જેવું બનશે.આ જ ફીચર યુટ્યુબનું પ્રીમિયમ જે લોકોએ લીધું હશે એમને મળવાનું છે. અમેરિકામાં આ લાગુ પડશે અને 18 વર્ષથી ઉપરના લોકો માટે યોગ્ય હોવાનું મનાય રહ્યું છે. કંપની આ વસ્તુ ધીમે ધીમે બાકીના યુઝર્સ માટે પણ શરૂ કરશે. હાલમાં એનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ખાસ વાત એ છે કે, સર્ચબોક્સમાં ડાયરેક્ટ સવાલ પૂછી શકો છો. જેમ કે, દિલ્હી સાઈટસીન ટુરમાં ઓછા બજેટમાં કેવી રીતે શરૂઆત કરી શકાય?આના જવાબમાં માત્ર વીડિય જ નહીં આવે પહેલા ટૂંકો સાર આવશે. 

લાંબા વીડિયો જોવા નહીં પડે

ટૂંકમાં જવાબ આપ્યા બાદ પરિણામમાં એ જ વીડિયો કોન્ટેટ આવશે જેમાં દિલ્હી સાઈટસીન ગાઈડથી લઈને ઓછા બજેટમાં કેવી રીતે ફરી શકાય એની માહિતી વીડિયોમાં હોય. આ સિવાય દરેક વીડિયોને પ્લે કરીને જોવાની જરૂર નહીં રહે. એઆઈ ટૂંકમાં જ વિગત આપી દેશે જે વીડિયોમાં હશે.અહીં માત્ર લાંબા વીડિયોની વાત નથી, સંબંધિત શોર્ટ હશે એ પણ સજેસ્ટ કરશે. આ માટે કંપનીએ અલગથી કેટેગરી આપી છે, જેનાથી યુઝર્સને ટૂંકમાં જ વીડિયો કોન્ટેટ અલગથી મળશે અને ફિલ્ટર કરવાનો સમય બચી જશે. આ ફીચર લાવવા પાછળનું કારણ એ છે કે, ગૂગલ કંપની છેલ્લા કેટલાક સમયથી પોતાના એઆઈ ટુલ્સ લાવવાની તૈયારીમાં છે. એનાથી યુઝર્સને વધારે સરળ અને સ્પષ્ટ સર્ચ એક્સપિરિયન્સ મળી રહેશે. 

શીખવા માટેનો અનુભવ સુધરશે

ખાસ કરીને યુટ્યુબ પરથી કંઈક શીખવું હશે તો સૌથી આસાન બની રહેશે.એઆઈ ડાયરેક્ટ એ સમજ આપશે જે વિષયને સંબંધિત હશે. આનાથી બીજો ફાયદો એ થશે કે, એક જ વિષય પર આવતા બીજા વિષય સિવાયના વીડિયોને વેરિફાઈ કે પ્લે કરવાનો સમય બચી જશે. આ સાથે એક જોખમ એ પણ છે કે, કીવર્ડ અને પ્રોગ્રામિંગ ખોટું હશે તો સાચા સવાલનો પણ ખોટો જવાબ મળી શકે છે. જે રીતે ગૂગલમાં જે તે માહિતીના રીસોર્સ આવે છે એવું યુટ્યુબમાં હાલમાં જોવા મળતું નથી. એટલા માટે જ કંપનીએ હાલ આ ફીચરને ટેસ્ટિંગ મોડ પર મૂક્યું છે. વાવડ એવા પણ છે કે, કંપની પોતાની વિશાળ વીડિયો લાયબ્રેરીમાં પણ કંઈક મોટી અપડેટ આપશે. આ અંગે હજું સસ્પેન્સ યથાવત છે.