Sat Jun 20 2026

Logo

ચીનને ભારતનો મોટો ઝટકો: મેન્ડરિનને પછાડી દુનિયામાં સૌથી વધુ બોલાતી ભાષામાં ભારતની આ ભાષા બીજા નંબરે, જાણો ગુજરાતીનું સ્થાન...

2026-06-20 13:42:00
Author: Darshana Visaria
Article Image

AI Image


વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો માત્ર આર્થિક કે ડિજિટલ ક્ષેત્રે જ નહીં, પણ હવે ભાષાના સ્તરે પણ નોંધપાત્ર રીતે વધી રહ્યો છે. તાજેતરના વૈશ્વિક આંકડા અનુસાર, દુનિયાની ટોપ 10 સૌથી વધુ બોલાતી ભાષાઓમાં ભારતની એક-બે નહીં, પણ પૂરી 3 ભાષાઓએ પોતાનો સિક્કો જમાવ્યો છે.

આ ખાસ રિપોર્ટમાં ભારત માટે સૌથી મોટા અને ગર્વ લેવા જેવા સમાચાર હિન્દી ભાષાને લઈને આવ્યા છે, જેને ચીનને પણ ચોંકાવી દીધું છે. ચાલો જોઈએ શું છે આ સમાચાર અને કેમ દરેક ભારતીય નાગરિક માટે આ એક ગર્વ લેવા જેવી ક્ષણ છે...

ચીની ભાષા 'મેન્ડરિન' પાછળ મૂકી હિન્દી ભાષા હવે બીજા સ્થાને
લાંબા સમય સુધી દુનિયામાં ચીની ભાષા 'મેન્ડરિન' (Mandarin)નો દબદબો રહ્યો છે, પરંતુ હવે હિન્દીએ એક મોટો ઉલટફેર કરીને ચાઈનીઝ મેન્ડરિનને પાછળ ધકેલી દીધી છે. વૈશ્વિક સ્તરે સૌથી વધુ બોલાતી ભાષાઓની યાદીમાં હિન્દી હવે ગૌરવભેર બીજા ક્રમે પહોંચી ગઈ છે. વિશ્વભરમાં હિન્દી બોલનારા, સમજનારા અને સોશિયલ મીડિયાથી લઈને સિનેમા સુધી તેનો ઉપયોગ કરનારાઓની સંખ્યામાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. જોકે, આ યાદીમાં વૈશ્વિક સંપર્ક ભાષા તરીકે અંગ્રેજી હજુ પણ પ્રથમ સ્થાને યથાવત છે.

ટોપ-10માં ભારતની હેટ-ટ્રિક
હિન્દીની આ ઐતિહાસિક સિદ્ધિ ઉપરાંત, દુનિયાની ટોપ-10 ભાષાઓમાં અન્ય બે ભારતીય મૂળની ભાષાઓ બંગાળી અને ઉર્દૂએ પણ પોતાનું સ્થાન મજબૂત રાખ્યું છે. આ આંકડા સાબિત કરે છે કે વૈશ્વિક સ્તરે ભારતીય ઉપખંડની બોલીઓનો પ્રભાવ કેટલો પ્રચંડ છે.

'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી...' જાણો આપણી માતૃભાષા ગુજરાતીનું સ્થાન!

હવે વાત કરીએ જેમની બિઝનેસ સુઝ અને સંસ્કૃતિ દુનિયાભરમાં પ્રખ્યાત છે એવા ગુજરાતીઓની! જાણીતા કવિએ સાચું જ કહ્યું છે કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, સદાકાળ ગુજરાત અને આ વાત વૈશ્વિક આંકડા પણ સાબિત કરે છે.

વિશ્વની હજારો ભાષાઓ વચ્ચે આપણી માતૃભાષા ગુજરાતીએ વૈશ્વિક સ્તરે 21મા ક્રમે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. લંડનથી લઈને ન્યૂયોર્ક અને આફ્રિકાથી લઈને ઓસ્ટ્રેલિયા સુધી ફેલાયેલા ગુજરાતી ડાયસ્પોરા અને તેમના બિઝનેસ એમ્પાયરને કારણે આજે કરોડો લોકો ગર્વથી ગુજરાતી બોલે છે. ગ્લોબલ લેવલ પર ગુજરાતી ભાષાનું 21મું સ્થાન મેળવવું એ આપણી ભાષાની જીવંતતા અને સમૃદ્ધિની મોટી સાબિતી છે.

ભારતની આ ભાષાકીય તાકાત દર્શાવે છે કે આપણી સંસ્કૃતિ અને શબ્દો હવે સાત સમંદર પાર વટભેર ગૂંજી રહ્યા છે. હિન્દીનું બીજા સ્થાને પહોંચવું અને ગુજરાતીનું વૈશ્વિક ટોપ-25માં હોવું એ દરેક ભારતીય નાગરિકની છાતી ગજગજ ફૂલે એવી ગૌરવની ક્ષણ છે. જય જય ગરવી ગુજરાત...