આપણામાંથી ઘણા લોકો સાથે એવું બને છે કે રસ્તા પર કે રેસ્ટોરાંમાં મળતો એકદમ ક્રિસ્પી, ગોલ્ડન પેપર ઢોસો બનાવતી વખતે હંમેશા પહેલો ઢોસો તો ખરાબ જ થઈ જાય છે અને મૂડ ઓફ થઈ જાય છે. તમારી સાથે પણ આવું બને છે? ચાલો આજે તમને આ સ્ટોરીમાં કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું કે જેની મદદથી તમે જરા પણ મૂડ ઓફ કર્યા વિના રેસ્ટોરાં સ્ટાઈલ પેપર ઢોસો ઘરે બનાવી શકશો...
ઘણી વખત એવું બને છે કે આપણે ઘરે ઢોસો બનાવીએ એટલે પહેલો ડોસો તવા પર ચોંટી જાય છે કે પછી કે કોઈ પણ કારણોસર બરાબર બનતો નથી. આ પાછળ તવાનું તાપમાન, તેની સપાટી અને બનાવવાની રીત જેવા કારણો જવાબદાર હોય છે. પરફેક્ટ અને ક્રિસ્પી ઢોસો બનાવવા માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે, જે નીચે મુજબ છે-

તવાનું ટેમ્પરેચર: ઢોસો બનાવતી વખતે તવો મધ્યમ આંચ પર હોવો જોઈએ. જો તવો વધુ પડતો ગરમ હોય તો બેટર તરત જ જામી જાય છે અને ફેલાતું નથી. જો તવો ઠંડો હોય તો બેટર ચોંટી જાય છે. તવા પર પાણીના ટીપાં નાખીને તમે તાપમાન ચેક કરી શકો છો.
તવાની સપાટીની સફાઈ: દરેક ઢોસો બનાવતા પહેલા તવાને હળવા કપડાં કે પછી કાંદાના ટુકડાથી સાફ કરવો જોઈએ. આ સિવાય તવા પર જૂનું તેલ કે બળેલી પરત હોવી જોઈએ નહીં.
તેલનો યોગ્ય વપરાશ: તવા પર તેલનું પ્રમાણ સંતુલિત હોવું જોઈએ. જો તેલ ઓછું હોય તો બેટર ચોંટી શકે છે અને જો તેલ વધુ હોય તો બેટર બરાબર ફેલાતું નથી.
બેટરની કન્સિસ્ટન્સી: બેટર બહુ ઘટ્ટ કે બહુ પાતળું ન હોવું જોઈએ. તે સ્મૂધ હોવું જોઈએ જેથી તે સરળતાથી તવા પર ફેલાઈ શકે.
ધીરજ રાખવી: ઢોસાનું બેટર તવા પર ફેલાવ્યા પછી તેને તરત જ પલટવાની ઉતાવળ ન કરવી જોઈએ. જ્યારે ઢોસાની કિનારીઓ ઉપર આવવા લાગે અને રંગ સોનેરી થાય ત્યારે જ તેને ઉથલાવવો જોઈએ.

હવે આ ટિપ્સ ફોલો કરીને તમે પણ રેસ્ટોરાં સ્ટાઈલ ઢોસો ઘરે જ બનાવી શકશો. આ ટિપ્સ તમારી મહિલા મિત્ર અને પરિવારની અન્ય મહિલા સદસ્ય સાથે શેર કરીને તેમને પણ આ સમસ્યામાંથી મુક્તિ અપાવજો. આવી જ બીજી કામની અને અવનવી માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો...