Wed Aug 19 2026

Logo

ઈરાન યુદ્ધ વચ્ચે PM મોદીની અધ્યક્ષતામાં CCS બેઠક યોજાઈ, ક્યાં મુદ્દાઓ પર થશે ચર્ચા?

2026-04-01 22:42:14
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હી: મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતમાં રાષ્ટ્રીય કક્ષાની બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બેઠક દરમિયાન પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષથી ઉદ્ભવતી પરિસ્થિતિ, તેમજ તેનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશી હોવાનું જાણવા મળ્યું છે. 

પીએમ મોદી આ બીજી CCS ની બેઠક બોલાવી

ઈરાન અને અમેરિકા વચ્ચે 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયો તેના પછી વડા પ્રધાન દ્વારા બોલાવવામાં આવેલી CCS ની આ બીજી બેઠક છે. આ બઠેકમાં કેન્દ્રીય પ્રધાનો જેમ કે,  રાજનાથ સિંહ, અમિત શાહ, એસ. જયશંકર, નિર્મલા સીતારમણ, પીયૂષ ગોયલ, શિવરાજ સિંહ ચૌહાણ, જેપી નડ્ડા, અશ્વિની વૈષ્ણવ, મનોહર લાલ ખટ્ટર, પ્રહલાદ જોશી, કિંજરાપુ રામમોહન નાયડુ અને હરદીપ સિંહ પુરી સામેલ થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ હાજર

મહત્વની વાત એ છે કે, આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, વડાપ્રધાનના મુખ્ય સચિવ પી.કે. મિશ્રા અને શક્તિકાંત દાસ તેમજ કેબિનેટ સચિવ ટી.વી. સોમનાથન પણ હાજર છે. આગામી સમયમાં ભારતમાં શું થવાનું તેનો કોઈ અંદાજ લગાવી શકાય તેમ નથી. કારણ કે, મધ્યપૂર્વમાં માહોલ હજી પણ તણાવપૂર્ણ ચાલી રહ્યો છે. જેથી ભારતમાં બેઠકો શરૂ થઈ ગઈ છે. ભારત આ યુદ્ધમાં પ્રત્યક્ષ રીતે જોડાયેલું નથી છતાં પણ યુદ્ધની અસરો વર્તાઈ રહી છે. 

22 માર્ચે પણ પીએમ મોદીએ મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી

આ પહેલાની વાત કરવામાં આવે તો, 22 માર્ચના રોજ પીએમ મોદીએ મંત્રીઓ અને અધિકારીઓના આ જ જૂથ સાથે આવી જ એક બેઠક યોજી હતી. જેમાં પશ્ચિમ એશિયાના સંઘર્ષને લગતી વિકસતી પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં નાગરિકો માટે આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતાનું વિગતવાર મૂલ્યાંકન શામેલ હતું, જેમાં ખોરાક, ઊર્જા અને બળતણ સુરક્ષા મુખ્ય પ્રાથમિકતાઓ હતી. તે પછી આજે ફરી બેઠક યોજવામાં આવી છે.