નવી દિલ્હીઃ વંદે ભારત ટ્રેન જ્યારે શરૂ થઈ એ સમયે રેલયાત્રીઓને એક પ્રીમિયમ ક્લાસ ટ્રેનનો અનુભવ થયો હતો. જાણે કોઈ વિદેશની ટ્રેન ભારતમાં આવીને પ્રવાસીઓને એક હાઈસ્ટાન્ડર્ડ ફીલ કરાવતી હોય એવો અહેસાસ થયો હતો. હવે અન્ય ટ્રેનની જેમ વંદે ભારત ટ્રેનમાંથી પણ સફાઈ નહીં થતી હોવાની અનેક ફરિયાદો મળી રહી છે.
વંદે ભારત ટ્રેનમાં આધુનિક સુવિધાઓ પૂરી પાડવાના દાવા સાથે પ્રીમિયમ ટ્રેનના નામે વધારે ભાડું પણ વસૂલવામાં આવી રહ્યું છે, ત્યારે પ્રવાસીઓ તરફથી વિવિધ પ્રકારની ફરિયાદોએ રેલવેને ઊંઘતું ઝડપ્યું છે. વંદે ભારતમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓએ જ આ મુદ્દો ઊઠાવ્યો હોવાની વિગત મળી રહી છે. માત્ર અઢી મહિનામાં જ કુલ 537 ફરિયાદ મળી છે. આધુનિક સુવિધાઓ અને સ્પીડને કારણે ચર્ચામાં રહેલી વંદે ભારત ટ્રેનમાં સફાઈ ન થતી હોવાનું પ્રવાસીઓનું કહેવું છે. 327 ફરિયાદ સફાઈને લઈને મળી છે.
સૌથી વધારે ક્યા ઝોનની ટ્રેન?
ખાસ કરીને ઉત્તર રેલવે ઝોનમાં દોડતી વંદે ભારતમાં વંદે ભારતમાં કુલ 537 ફરિયાદ થઈ છે. એમાંથી 327 ફરિયાદ સફાઈને લઈને છે. યોગ્ય મેઈન્ટેનન્સ ન થતું હોવાની 133 ફરિયાદ, પાણીની પ્રાપ્યતાને લઈને 21 ફરિયાદ, કેટરિંગ સંબંધિત 15 ફરિયાદ, ઈલેક્ટ્રિક ડિવાઈસ ખરાબ હોવાની 13, બેડરોલ સંબંધીત 6 ફરિયાદ મળી છે. આ સિવાય આમાં વંદે ભારતમાં સુરક્ષા, ટાઈમટેબલ સંબંધિત દિવ્યાંગોને મળનારી પ્રાથમિક સુવિધાનો અભાવ તથા ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદનો પણ અહીંયા સામાવેશ થાય છે. સૌથી વધુ ફરિયાદ 250 ફરિયાદ દિલ્હી મંડળમાંથી મળી છે. જમ્મુ મંડળમાંથી 150 ફરિયાદ મળી છે. લખનઊ મંડળમાં 97 ફરિયાદ, ફિરોઝપુરમાં 30 અને મુરાદાબાદમાં 10 ફરિયાદ મળી છે.
દસ લાખનો દંડ થયેલો
ગયા માર્ચ મહિનામાં રેલવેએ એક મુસાફરની ફરિયાદના આધારે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) પર ₹ 10 લાખનો દંડ ફટકાર્યો હતો. તા. 15 માર્ચે પટના-ટાટાનગર વંદે ભારત એક્સપ્રેસમાં પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા અંગે એક મુસાફરે ફરિયાદ નોંધાવી હતી. આ બાબતને ગંભીરતાથી લેતા રેલવેએ આ મોટો દંડ ફટકાર્યો હતો. વધુમાં, સંબંધિત કંપનીઓને ₹ 50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો, અને કરાર રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
ક્યા રૂટ પરની ટ્રેનમાંથી કેટલી ફરિયાદ
22477 નવી દિલ્હી-કટરા: 64 ફરિયાદ
22478 કટરા-નવી દિલ્હી: 41 ફરિયાદ
26402 સીના-જમ્મુ: 19 ફરિયાદ
26404 સીના-જમ્મુ: 11 ફરિયાદ
26401 જમ્મુ-સીના: 6 ફરિયાદ
દિલ્હી મંડળમાં આવતી ટ્રેન
22440 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-નવી દિલ્હી: 45 ફરિયાદ
22439 નવી દિલ્હી-કટરા: 32 ફરિયાદ
22435 વારાણસી-નવી દિલ્હી: 31 ફરિયાદ
22426 આનંદ વિહાર-અયોધ્યા: 29 ફરિયાદ
22469 ખજુરાહો-હઝરત નિઝામુદ્દીન: 27 ફરિયાદ
લખનઊ ડિવિઝનની ટ્રેન
22416 નવી દિલ્હી-વારાણસી: 28 ફરિયાદ
22415 વારાણસી-નવી દિલ્હી: 20 ફરિયાદ
22490 મેરઠ-વારાણસી: 17 ફરિયાદ
22499 દેવઘર-વારાણસી: 13 ફરિયાદ
22489 વારાણસી-મેરઠ: 10 ફરિયાદ
મુરાદાબાદ ડિવિઝનની ટ્રેન
22457 આનંદ વિહાર-દહેરાદુન: 8 ફરિયાદ
22458 દેહરાદૂન-આનંદ વિહાર: 2 ફરિયાદ