ન્યૂ યોર્કઃ પાકિસ્તાન વિશ્વભરમાં પોતાની નાપાક હરકતો માટે જાણીતું છે, ત્યારે હવે અમેરિકન રાષ્ટ્રીય ગુપ્તચર વિભાગના પ્રમુખ તુલસી ગબાર્ડે એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. તુલસી ગબાર્ડે કહ્યું કે, પાકિસ્તાન અમેરિકા માટે સૌથી મોટા પરમાણુ ખતરામાંથી એક છે. વૈશ્વિકસ્તરે આ પાકિસ્તાનની મોટી બદનામી પણ છે. તુલસી ગબાર્ડે ઈરાન, ચીન, રશિયા અને ઉત્તર કોરિયાને એવા દેશો તરીકે પણ ઓળખાવ્યા છે, જે અમેરિકા માટે ખતરો બની શકે તેવી ક્ષમતાઓ વિકસાવી રહ્યા છે. અમેરિકા અત્યારે યુદ્ધ છેડી રહ્યું છે, તેવામાં તેને પરમાણુ દેશોનો ડર હોય તે સ્વાભાવિક છે.
અમેરિકા માટે સૌથી મોટો પરમાણુ ખતરો કોણ છે?
અમેરિકન ઈન્ટેલિજન્સ ચીફ જ્યારે પાકિસ્તાન અમેરિકા માટે સૌથી મોટા પરમાણુ ખતરાઓમાંનો એક ગણાવે તે પાકિસ્તાન માટે પડકાર જનક છે. ઈરાન, ચીન, રશિયા, ઉત્તર કોરિયા અને પાકિસ્તાન અત્યારે અનેક નવી અને આધુનિક મિસાઈલ સિસ્ટમ પર કાર્ય કરી રહ્યા હોવાનો US ઇન્ટેલિજન્સ ચીફે દાવો કર્યો છે. તેના કારણે આ દેશો અમેરિકા માટે મોટો ખતર સાહિત થઈ રહ્યાં છે. ચીન, ઈરાન અને રશિયા તો પહેલેથી અમેરિકાને પકડાર આપી રહ્યાં છે તેવામાં હવે પાકિસ્તાનને પણ અમેરિકા પોતાના માટે ખતરો ગણી રહ્યું છે.
ઉત્તર કોરિયાને લઈને પણ અમેરિકા ચિંતિત
યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકન ઈન્ટેલિજન્સ ચીફે ઉત્તર કોરિયાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે. દાવો એવો છે કે, ઉત્તર કોરિયા અત્યારે ચીન અને રશિયા સાથે સંબંધો વધારે મજબૂત કરી રહ્યું છે. જો આ ત્રણ દેશો એક થઈ જાય છે તો તે અમેરિકા માટે ચિંતાનો વિષય બન્યો છે. એક બાજુ ઈરાન તો અત્યારે અમેરિકાને પરેશાન કરી રહ્યું છે, તેવામાં હવે અમેરિકાને પાકિસ્તાન, ચીન અને ઉત્તર કોરિયા પણ ખતરારૂપ લાગી રહ્યાં છે. ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવી રહેલા મિસાઇલ પરીક્ષણો અને પરમાણુ સંશોધનને આ મોટા જોડાણના ભાગ રૂપે જોવામાં આવી રહ્યું છે.
ઈરાનના પરમાણુ સંવર્ધન કાર્યક્રમ નાબૂદ કર્યાનો દાવો
તુલસી ગબાર્ડે ઈરાન સાથેની પરિસ્થિતિ અંગે મહત્વપૂર્ણ માહિતી શેર કરતા કહ્યું કે, યુનાઇટેડ સ્ટેટ્સે જૂન 2025 માં ઈરાનના પરમાણુ સંવર્ધન કાર્યક્રમને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધો હતો. અમેરિકાને ચિંતા એ વાતની છે કે, અત્યારે આ દેશો પર તેના પર હુમલો કરી શકે છે. ઈરાન સાથે યુદ્ધ ચાલી રહ્યું છે. ઉત્તર કોરિયા અત્યારે મિસાઇલ પરીક્ષણો કરી રહ્યું છે. ચીન પણ છેલ્લા ઘણાં સમયથી અમેરિકન નીતિનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યાં છે.
ઈરાન પરમાણુ હથિયારો વિકસાવી રહી હોવાના અમેરિકાના દાવા વચ્ચે ઈરાનથી કોઈ ખતરો નહીં હોવાનું ગણાવીને ગઈકાલે અમેરિકાના નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના ડિરેક્ટર જો કેન્ટે રાજીનામું આપીને ટ્રમ્પ સામે બાંયો ચઢાવી હતી, ત્યારે અત્યારે ઈન્ટેલિજન્સ ચીફનું સ્ફોટક નિવેદન છે, જે અમેરિકા-પાકિસ્તાનના સંબંધોમાં આગનું કામ કરી શકે છે. એનાથી અલગ વાત કરીએ તો ટ્રમ્પ પ્રશાસન વિરુદ્ધ ધીમે ધીમે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે એ વાત સ્પષ્ટ છે.