Tue Oct 20 2026

Logo

H-1B વિઝાધારકોને ટ્રમ્પે આપ્યો ઝટકો: 540 દિવસની ઓટોમેટિક વર્ક પરમિટ વિસ્તાર કરી સમાપ્ત...

Washington dc   2026-10-17 13:42:00
Author: Mumbai Samachar Team
H-1B વિઝાધારકોને ટ્રમ્પે આપ્યો ઝટકો: 540 દિવસની ઓટોમેટિક વર્ક પરમિટ વિસ્તાર કરી સમાપ્ત...

વોશિંગ્ટન: અમેરિકાના ટ્રમ્પ વહીવટીતંત્રે વર્ક પરમિટ માટે મળતા 540 દિવસના ઓટોમેટિક એક્સટેન્શન (આપોઆપ મુદત વધારા)ને નાબૂદ કરી દીધું છે. આ પગલું અમેરિકામાં રહેતા H-1B વિઝા ધારકો અને તેમના જીવનસાથીઓ માટે મોટો ફટકો છે. આના કારણે ભારતીયો સહિત એવા હજારો વિદેશી કામદારોને પાછા ફરવું પડી શકે છે, જેમની વર્ક પરમિટના નવીનીકરણ (રિન્યુઅલ)ની અરજીઓ હજુ પણ પેન્ડિંગ છે.

અમેરિકાની સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) દ્વારા બુધવારે આ ફેરફારને સત્તાવાર સ્વરૂપ આપવામાં આવ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રે તેને પહેલીવાર ગયા વર્ષે 30 ઓક્ટોબરે એક વચગાળાના નિયમ (ઇન્ટરિમ રૂલ) દ્વારા રજૂ કર્યું હતું. આ સાથે જ H-1B અને અન્ય કેટલીક વિઝા કેટેગરી હેઠળના અરજદારોને મળતો આ ઓટોમેટિક વધારો હવે સદંતર સમાપ્ત થઈ ગયો છે.

usatoday (@JoeBiden)

બાઇડેનના કાર્યકાળ દરમિયાન શરૂ કરાયું હતું

આ ઓટોમેટિક મુદત વધારાની શરૂઆત અમેરિકાના પૂર્વ પ્રમુખ જો બાઇડેનના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી. તેનો હેતુ નવીનીકરણ (રિન્યુઅલ) અરજીઓના વિશાળ બેકલોગને ઘટાડવાનો અને પ્રોસેસિંગમાં વિલંબના કારણે કર્મચારીઓને પોતાની નોકરી ગુમાવવાથી બચાવવાનો હતો. એપ્રિલ 2024માં તેને કામચલાઉ ધોરણે ફરીથી લાગુ કરવામાં આવ્યો હતો. તે જ વર્ષે ડિસેમ્બરમાં તેને અનિશ્ચિત સમય સુધી લંબાવી દેવાયો હતો.

આ ફેરફારની કોના પર અસર થશે?

આ ફેરફાર H-1B વિઝા ધારકોના તેવા H-4 જીવનસાથીઓને પ્રભાવિત કરી શકે છે, જેઓ અમેરિકામાં નોકરી કરવા માટે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન (રોજગાર મંજૂરી) પર નિર્ભર છે. જોકે, તમામ વિદેશી કામદારો પર તેની એકસરખી અસર નહીં પડે. જેમ કે, F-1 વિઝા ધરાવતા જે વિદ્યાર્થીઓ પોતાના એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન માટે STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ) એક્સટેન્શન માટે અરજી કરી રહ્યા છે, તેઓ 180 દિવસના ઓટોમેટિક મુદત વધારા માટે પાત્ર રહેશે. આ માટે તેમણે સમયસર અરજી જમા કરાવવી પડશે. આ જ રીતે, L અને E કેટેગરીના વિઝા ધારકોના જીવનસાથીઓ પણ પોતાના ઇમિગ્રેશન સ્ટેટસ હેઠળ કામ કરવા માટે અધિકૃત રહેશે.