મેષઃ
આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે ઊર્જા અને ઉત્સાહથી ભરેલો રહેશે. કાર્યક્ષેત્રમાં તમારી કાર્યશૈલી અને સમર્પણની ઉપરી અધિકારીઓ દ્વારા પ્રશંસા થશે. નાણાકીય દૃષ્ટિએ અટકેલા નાણાં પરત મળવાની શક્યતા છે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગની ચર્ચા થઈ શકે છે જે મનને ખુશ રાખશે. વ્યાપારીઓને નવા ઓર્ડર મળવાથી નફામાં વધારો થશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો આ યોગ્ય સમય છે. આરોગ્ય સામાન્ય રહેશે, પરંતુ બહારના ખોરાકથી બચવું. તમારા જીવનસાથીનો સહયોગ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. આજે તમારે તમારા સ્વ્સાથ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.
વૃષભઃ
આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે મિશ્ર પરિણામો આપનારો રહેશે. નાણાકીય બાબતોમાં થોડી સાવધાની રાખવી જરૂરી છે, કારણ કે બિનજરૂરી ખર્ચ વધી શકે છે. નોકરીમાં તમારી જવાબદારીઓમાં વધારો થઈ શકે છે, જે માનસિક તણાવ આપી શકે છે. પરિવારના સભ્યો સાથે મતભેદ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. વ્યવસાયમાં ભાગીદારો સાથે પારદર્શિતા જાળવવી હિતાવહ છે. વિદેશ સંબંધિત કાર્યોમાં પ્રગતિ જોવા મળશે. સ્વાસ્થ્યને લઈને આંખ કે શિરદર્દની સમસ્યા થઈ શકે છે. સમાજમાં આજે તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં જો કોઈ મુશ્કેલી આવી રહી હશે તો એના માટે શિક્ષકની મદદ લેવી પડશે.
મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ અને લાભદાયી રહેશે. આવકના નવા સ્ત્રોત ઊભા થવાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. નોકરીમાં પ્રમોશન કે નવી તકો મળવાની પૂરી શક્યતા છે. મિત્રો સાથે સમય વિતાવવાનો અને મનોરંજન કરવાનો મોકો મળશે. પરિવારમાં સુખ-શાંતિનો માહોલ રહેશે. કોઈ જૂના રોકાણમાંથી સારો લાભ મળી શકે છે. મન પ્રસન્ન રહેશે અને નકારાત્મક વિચારોથી દૂર રહેશો. જીવનસાથી સાથે આજે કોઈ જગ્યાએ શોપિંગ પર જશો, પરંતુ આ સમયે તમારે તમારા બજેટનું ખાસ ધ્યાન રાખવું પડશે, નહીં તો આર્થિક સંકળાશ અનુભવાશે. મોસાળ તરફથી આજે આર્થિક લાભ થઈ રહ્યો છે.
કર્કઃ
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. કાર્યક્ષેત્રે આજનો દિવસ સફળતા અપાવનારો સાબિત થશે. તમારા અટકેલા કામો સરળતાથી પૂરા થતાં રાહત અનુભવશો. વરિષ્ઠ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને માન-સન્માનમાં વધારો થશે. કૌટુંબિક વાતાવરણ આનંદદાયક રહેશે. સરકારી કામકાજમાં સફળતા મળવાના યોગ છે. સ્વાસ્થ્ય સારું રહેશે અને જૂની બીમારીમાંથી રાહત મળશે. માતા-પિતાના આશિર્વાદથી આજે કોઈ પણ કાર્યમાં સફળતા મળશે અને એને કારણે તમારું મન પ્રસન્ન થશે. ઘર કે ગાડી ખરીદવાની તમારું સપનું સાકાર થઈ રહું છે.
સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ પરિણામો લઈને આવી રહ્યો છે. આજે ભાગ્યનો સાથ મળવાથી તમારા ઘણા કાર્યો સફળ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે. લાંબા અંતરની યાત્રાનો યોગ બની રહ્યો છે, જે લાભદાયી રહેશે. વ્યાપારમાં નવા આયોજનો અમલમાં મૂકવા માટે આ સારો સમય છે. વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાના સારા સંકેત છે. પિતા અને ગુરુજનોના આશીર્વાદ તમારી સાથે રહેશે. સંતાનની સંગત પર આજે ખાસ ધ્યાન આપો નહીંતર તે ખોટી સંગતમાં ફસાઈ શકે છે. આજે તમારે તમારી આસપાસના લોકોથી વિશેષ સાવધાની રાખવાની જરૂર છે.
કન્યા:
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. આજે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે તમારે દરેક પગલે થોડી સાવધાની રાખવાની જરૂર છે. વાહન ચલાવતી વખતે અને રસ્તો ઓળંગતી વખતે ખાસ ધ્યાન રાખવું. તબિયતમાં થોડો ઉતાર-ચડાવ આવી શકે છે, તેથી યોગ્ય આહાર લેવો. બિનજરૂરી વાદ-વિવાદથી દૂર રહેવું જ હિતાવહ છે. વ્યવસાયમાં કોઈ મોટું સાહસ કે રોકાણ કરવાનું હાલ પૂરતું ટાળવું. પરિવારનો સાથ તમને માનસિક શાંતિ આપશે. પરિવારના સભ્યો સાથે ધાર્મિક કાર્યમાં હાજરી આપવા માટે જશો. સમાજનમાં તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે.
તુલાઃ
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મકતા અને સુખ સમૃદ્ધિ લઈને આવશે. દંપતીઓ માટે દાંપત્યજીવનમાં મધુરતા રહેશે અને સંબંધો વધુ મજબૂત બનશે. ભાગીદારીના વ્યવસાયમાં મોટો આર્થિક ફાયદો થઈ શકે છે. નવા લોકો સાથે મુલાકાત થશે જે ભવિષ્યમાં ઉપયોગી સાબિત થશે. સામાજિક ક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે. મનમાંથી ચિંતાઓ દૂર થશે અને ઉત્સાહ જળવાઈ રહેશે. ઘર કે પ્રોપર્ટી ખરીદવાનું તમારું સપનું આજે સાકાર થઈ રહ્યું છે. બિઝનેસના કામ માટે આજે તમારે કોઈ જગ્યાએ બહાર જવું પડી શકે છે. જીવનસાથી તમારા માટે આજે કોઈ સરપ્રાઈઝ પાર્ટી વગેરે પ્લાન કરી શકે છે. સંતાન તમારી પાસે કોઈ વસ્તુ માંગી શકે છે.
વૃશ્ચિકઃ
આજનો દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે મહેનતથી ભરેલો રહેશે પરંતુ પરિણામ સંતોષકારક મળશે. નોકરીમાં ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું, પરંતુ તમારી બુદ્ધિથી તમે તેમને પરાસ્ત કરશો. બિઝનેસ કરી રહેલાં જાતકોએ આજે પાર્ટનરશિપમાં ખૂબ જ સાવધાની રાખવી. જૂના દેવા કે લોન ચુકવવામાં સફળતા મળી શકે છે. ઘરના વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કોર્ટ-કચેરીના મામલામાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. ધૈર્ય અને સંયમથી કામ લેવું. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે અને તમે લોકો મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. માતા-પિતાના આશિર્વાદથી કોઈ અટકી પડેલું કામ આજે પૂરું થઈ શકે છે.
ધનઃ
ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો ચઢાવ ઉતારથી ભરપૂર રહેશે. આજે વિદ્યાર્થીઓ અને ક્રિએટિવ ક્ષેત્રના લોકો માટે આજનો દિવસ ઉત્તમ છે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને એકબીજા પ્રત્યે વિશ્વાસ વધશે. શેરબજાર કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટથી ફાયદો થવાની સંભાવના છે. સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. નોકરીમાં તમારી રચનાત્મકતાની પ્રશંસા થશે. દિવસ દરમિયાન મન આશાવાદી રહેશે. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં આજે મજબૂતી આવી રહી છે. જો ઘર-પરિવારમાં કોઈ વાદ-વિવાદ ચાલી રહ્યો હશે તો આજે તમે સાથે બેસીને તેનો ઉકેલ લાવશો. નાણાંકીય લાભ થશે.
મકરઃ
મકર રાશિમા જાતકો માટે આજનો દિવસ કોઈ પણ નિર્ણય કે પગલું સમજી વિચારીને લેવાનો રહેશે. આજે ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. જમીન, મકાન કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા હોવ તો સફળતા મળશે. માતા તરફથી પ્રેમ અને સહયોગ મળશે. જોકે, કામના અતિશય બોજને કારણે થોડો માનસિક થાક અનુભવાઈ શકે છે. પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવશો. વ્યવસાયમાં સ્થિરતા રહેશે અને આર્થિક આવક જળવાઈ રહેશે. રાજકારણમાં આગળ વધવા માંગતા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. આજે તમારે કામની વ્યસ્તતા વચ્ચે પણ માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે.
કુંભઃ
આજનો દિવસ કુંભ રાશિના જાતકો માટે જીવનમાં સફળતા અને સકારાત્મક પરિવર્તન લઈને આવી રહ્યો છે. તમારો આત્મવિશ્વાસ અને પરાક્રમ ચરમસીમા પર રહેશે. ટૂંકી મુસાફરીના યોગ છે, જે વ્યવસાયિક રીતે ફાયદાકારક રહેશે. ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં સુધાર આવશે અને તેમનો સાથ મળશે. તમારા નિર્ણયો સચોટ સાબિત થશે. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ ઉત્સાહપૂર્વક ઉપાડશો. આરોગ્ય ઉત્તમ રહેશે અને મન તાજગી અનુભવશે. કુંવારા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થશે અને વાત લગ્ન સુધી પહોંચશે. સંતાનના કરિયર સંબંધિત કોઈ મહત્ત્વનો નિર્ણય આજે જીવનસાથી સાથે વિચાર વિમર્શ કરીને લેશો.
મીનઃ
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. આજે આર્થિક બાબતોમાં પ્રગતિ જોવા મળશે અને બચત કરવામાં સફળ રહેશો. વાણી પર સંયમ રાખવો જરૂરી છે જેથી પરિવારમાં સંવાદિતા જળવાઈ રહે. મીઠી વાણીથી તમે જટિલ કામો પણ પૂરા કરાવી શકશો. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ મળશે. નાણાકીય રોકાણ માટે દિવસ અનુકૂળ છે. કોઈ વરિષ્ઠ સભ્યની સલાહ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ઘર-પરિવારમાં શુભ કે માંગલિક પ્રસંગનું આયોજન થશે, જેને કારણે મહેમાનોની અવરજવર રહેશે. જીવનસાથી સાથેના સંબંધોમાં આજે મધુરતા આવી રહી છે. સંતાનની સંગત પર આજે ખાસ ધ્યાન આપો નહીંતર ફસાઈ શકો છો.