Tue Jul 28 2026

Logo

ફ્લેટની જપ્તી વખતે કોર્ટની મહિલા અધિકારી પર હુમલો: વૃદ્ધ સહિત પાંચ સામે ગુનો દાખલ...

2026-03-03 16:47:05
Author: Yogesh D. Patel
Article Image

થાણે: થાણેમાં ફ્લેટ જપ્તીની પ્રક્રિયા દરમિયાન કોર્ટની મહિલા અધિકારી પર હુમલો કરવા પ્રકરણે 85 વર્ષના વૃદ્ધ સહિત પાંચ જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ થાણેમાં મહાગિરિ વિસ્તારમાં આવેલી હાઉસિંગ સોસાયટીમાં શનિવારે બપોરે આ ઘટના બની હતી.

થાણે ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટના આદેશને પગલે મહિલા કોર્ટ કમિશનર શનિવારે બપોરે ચંદ્રકાંત વિષ્ણુ જાધવ (49)ના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ફ્લેટનો કબજો લેવા માટે ગયાં હતાં, કારણ કે જાધવે ફાઇનાન્સ કંપની પાસેથી લીધેલી લોન ચૂકવી નહોતી.

ફાઈનાન્સ કંપનીના કાનૂની મેનેજરો અને પોલીસ ટીમ સાથે કોર્ટ કમિશનર કોર્ટના આદેશનું પાલન કરી રહ્યા હતા, પરંતુ જાધવે તેમને રોક્યા હતા.જાધવના પરિવારના સભ્યો અને વકીલ સહિત ચાર પાંચ લોકોએ કાર્યવાહીમાં અવરોધ ઊભો કર્યો હતો અને કોર્ટના અધિકારી પર હુમલો કર્યો હતો.

આ ઘટના બાદ ચંદ્રકાંત જાધવ, તેની પત્ની પલ્લવી, પિતા વિષ્ણુ સહાદુ જાધવ, વકીલ અશ્ર્વિની ભોસલે અને તેના પુત્ર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને આધારે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. (પીટીઆઇ)