નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગાઝિયાબાદ રેપ કેસમાં ચાર વર્ષની બાળકીની સારવાર ન કરનારા ડોકટરોની આકરી ટીકા કરી છે. તેમજ કહ્યું છે કે બાળકી ગરીબ હોવાથી સારવાર ન કરીને ડૉક્ટરોએ માનવતાને શર્મશાર કરી છે. જેના લીધે ડોકટરોએ પોતાના નામ આગળથી ડૉક્ટર શબ્દ દૂર કરી દેવો જોઇએ. સુપ્રીમ કોર્ટે આ કેસમાં બે ખાનગી હોસ્પિટલોને બળાત્કારનો ભોગ બનેલી ચાર વર્ષની બાળકીને દાખલ કરવાનો ઇનકાર કરવા બદલ સખત ઠપકો આપ્યો હતો.
આ વર્તન માનવતા માટે શરમજનક
આ અંગે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે બાળકીને ફક્ત એટલા માટે દાખલ કરવામાં ન આવી હતી કારણ કે તે ગરીબ હતી. તેમજ આ વર્તન માનવતા માટે શરમજનક છે. તેથી ડોકટર જો તેમની ફરજ નહિ નિભાવતા તો તેમને નામ આગળથી 'ડોક્ટર'નું બિરુદ કાઢી નાખવું જોઈએ. તેમજ તમારા જો થોડી પણ સંવેદનશીલતા હોત તો સુવિધા ન હોત અને હોસ્પિટલમાં પણ લઇ જવામાં મદદ કરી હોત.
બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી
આ સમગ્ર ઘટનામાં ગાઝિયાબાદની ચાર વર્ષની બાળકીના રેપ બાદ તેને સારવાર માટે બે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જોકે, બંને ખાનગી હોસ્પિટલોએ તેને દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો અને ત્યારબાદ તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
પીડિત પરિવારને મદદ માટે સ્વૈચ્છિક દાન આપવાનો નિર્દેશ
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે હોસ્પિટલોને પીડિત પરિવારને મદદ કરવા માટે સ્વૈચ્છિક દાન આપવાનો નિર્દેશ આપ્યો હતો. તેમજ ચેતવણી આપી હતી કે જો તેમ કરવામાં નહિ આવે તો દંડનો સામનો કરવો પડશે.