Sat Sep 12 2026

Logo

ઈંધણ બચાવ: સ્ટેટ ટ્રાન્સપોર્ટની તમામ બસ ૨૦૩૫ સુધીમાં ઈલેક્ટ્રિકમાં ક્ધવર્ટ થશે

2026-03-26 19:46:11
Author: Sapna Desai
ઈંધણ બચાવ: સ્ટેટ ટ્રાન્સપોર્ટની તમામ બસ ૨૦૩૫ સુધીમાં ઈલેક્ટ્રિકમાં ક્ધવર્ટ થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
વધતા પ્રદૂષણ અને ઈંધણના દિવસેને દિવસે વધી રહેલા ભાવને પગલે સ્ટેટ ટ્રાન્સપોર્ટની તમામ બસોને ૨૦૩૫ની સાલ સુધીમાં ઈલેક્ટ્રિક બસમાં ક્ધટર્વ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. સ્ટેટ ટ્રાન્સપોર્ટના કાફલામાં રહેલી ૧૪,૦૦૦ બસને સંપૂર્ણપણે ઈલેક્ટ્રિકમાં રૂપાંતર કરવામાં આવવાની છે.

પર્યાવરણપૂરક બસથી પ્રદૂષણમાં પણ ઘટાડો થશે અને ઈંધણના આસમાને આંબી રહેલા ભાવને અને તેની ભવિષ્યમાં સર્જાનારી અછત અને તેના દેખરેખના ખર્ચમાં ઘટાડો કરવાના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને  આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રાજ્યના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે કહ્યું હતું.

આ દરમ્યાન વધુમાં વધુ નાગરિકો પણ ઈલેક્ટ્રિક વાહનની ખરીદી કરે તે માટે સરકાર તરફથી કરમાં વિશેષ છૂટ આપવાની સાથે જ ટોલમાં પણ માફી આપવામાં આવવાની છે. સ્ટેટ અને નેશનલ હાઈવે પર દર ૨૫ કિલોમીટરના અંતર પર ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવવાના છે અને આ ચાર્જિંગ સ્ટેશન સૌર ઊર્જા પર ચલાવવામાં આવવાના હોવાનું પરિવહન પ્રધાને કહ્યું હતું.