Wed Apr 29 2026

Logo

સ્મૃતિ મંધાના અને પલાશનું પેચઅપ? વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

2026-04-08 22:38:56
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી સ્મૃતિ મંધાના ફરી એકવાર પોતાની રીલેશનશીપને લઈને જોરશોરથી ચર્ચાામાં છે. ખાસ કરીને પલાશ સાથેના લગ્ન મુદ્દે ફરી એક મોટી વાત સામે આવી છે. ગયા વર્ષના અંતમાં, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો હતો. તેના થોડા સમય પછી, સ્ટાર ક્રિકેટર સ્મૃતિ મંધાના અને સંગીતકાર પલાશ મુચ્છલના લગ્નની તારીખ મુલતવી રાખવામાં આવી હતી. લગ્નના એક દિવસ પહેલા જ તેમના સંબંધોમાં તિરાડ પડી ગઈ હતી.

પિતા બમાર પડ્યા હતા
લગ્નની ઉજવણી જોરશોરથી ચાલી રહી હતી જ્યારે સમાચાર આવ્યા કે, સ્મૃતિના પિતા શ્રીનિવાસ બીમાર પડી ગયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરિણામે, લગ્ન થોડા સમય માટે મુલતવી રાખવામાં આવ્યા હતા. થોડા સમય પછી,પલાશ મુચ્છલને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બંને પક્ષોમાં ચિંતા વધતી જતી હોવાથી, પરિવારો પરસ્પર લગ્ન મુલતવી રાખવા સંમત થયા. થોડા દિવસો પછી, અહેવાલો સામે આવ્યા કે લગ્ન એટલા માટે થયા નથી કારણ કે પલાશ છેતરપિંડી કરી રહ્યો હતો. આમ બન્ને વચ્ચે તિરાડ પડી હતી.

 

પરિવારે દાવા નકાર્યા
તેના પરિવારે સતત આ દાવાઓને નકારી કાઢ્યા હતા. સ્મૃતિ મંધાના અને પલાશ બંનેએ ત્યારબાદ નિવેદનો આપીને તેમના સંબંધોનો અંત લાવવાના નિર્ણયની પુષ્ટિ કરી. તેમ છતાં, તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમના પરિવારો વચ્ચે સમાધાનના સંકેતો જોવા મળ્યા છે. આ વીડિયોમાં, સ્મૃતિના પિતા પલાશની બહેન પલક અને તેના પતિ મિથુન સાથે મુંબઈના એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળે છે. પલક શ્રીનિવાસના પગ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેતી જોવા મળી છે.

અનેક પ્રકારની ચર્ચા
આ વિડિયો સામે આવ્યા બાદ અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે.કેટલાક લોકો પેચઅપ થઈ ગયાનું કહી રહ્યા છે બીજી તરફ લોકો આને જૂનો વીડિયો હોવાનું ગણાવી રહ્યા છે. જ્યારે સંબંધો સારા હશે આ એ સમયની ક્લિપ છે એવું સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સ કહી રહ્યા છે. સ્મૃતિ હાલ પોતાનું સંપૂર્ણ ફોક્સ ક્રિકેટ પર કરી રહી છે. તે ભારતીય ક્રિકેટ ટીમની મહત્ત્વની ખેલાડી છે. આ વર્ષે આવેલી વુમન પ્રીમિયર લીગમાં તે સૌથી વધારે રન કરનારી બેટર બની હતી.કુલ 377 રન કર્યા હતા. rcbની જીતમાં એમને સિંહફાળો રહ્યો છે.