Mon Aug 31 2026

Logo

સિક્સર સ્પેશિયાલિસ્ટ વૈભવ સૂર્યવંશી એક પણ છગ્ગો ફટકાર્યા વગર આઉટ: જાણો, ક્યાં અને કેવી રીતે...

Dambulla   2026-06-09 11:47:00
Author: Ajay Motiwala
સિક્સર સ્પેશિયાલિસ્ટ વૈભવ સૂર્યવંશી એક પણ છગ્ગો ફટકાર્યા વગર આઉટ: જાણો, ક્યાં અને કેવી રીતે...

દામ્બુલા: શ્રીલંકામાં ઇન્ડિયા-એ, શ્રીલંકા-એ અને અફઘાનિસ્તાન-એ વચ્ચે આજે શરૂ થયેલી ટ્રાઇ વન-ડે સિરીઝમાં સૌની નજર 15 વર્ષના આઈપીએલ સુપરસ્ટાર વૈભવ સૂર્યવંશી (14 રન, 12 બૉલ, ત્રણ ફોર) પર હતી, પરંતુ તે ફક્ત બહુ જલદી આઉટ થઈ ગયો.

ઇન્ડિયા-એના કેપ્ટન તિલક વર્માએ શ્રીલંકા-એ સામેની આ વન-ડેમાં બૅટિંગ પસંદ કરી હતી. વૈભવ સૂર્યવંશી અને પ્રભસિમરન સિંહે દાવની શરૂઆત કરી હતી. જોકે વૈભવ ચોથી જ ઓવરમાં વિકેટ ગુમાવી બેઠો હતો. વૈભવે ત્રણ ચોગ્ગાની મદદથી 14 રન બનાવ્યા હતા.

સિક્સર-સ્પેશિયાલિસ્ટ બૅટ્સમૅન વૈભવ (Vaibhav) હજી પહેલી સિક્સર ફટકારે એ પહેલાં શ્રીલંકા-એ (Sri lanka A)ના પેસ બોલર મોહમ્મદ શિરાઝના બૉલમાં તે મિડ-ઑફ પર આરાશિગેના હાથમાંથી કૅચઆઉટ થઈ ગયો હતો.

આઈપીએલ-2026માં હાઈએસ્ટ 72 સિક્સર ફટકારનાર વૈભવ સૂર્યવંશી દસ દિવસ પછીની આ મૅચમાં પહેલી સિક્સર ફટકારે એ પહેલાં જ તેણે પાછા આવી જવું પડ્યું હતું.

૧૪મી ઓવરને અંતે ઇન્ડિયા-એનો સ્કોર ત્રણ વિકેટે 72 રન હતો. વૈભવનો સાથી ઓપનર પ્રભસિમરન ફક્ત બે રન બનાવીને કૅચઆઉટ થયો હતો અને ત્યાર બાદ પ્રિયાંશ આર્ય 32 રન બનાવીને રનઆઉટ થઈ ગયો હતો.

15મી ઓવરની શરૂઆત વખતે કેપ્ટન તિલક વર્મા અને ઋતુરાજ ગાયકવાડ દાવમાં હતા.