Wed Apr 22 2026

Logo

આજથી ઉઘડી જશે આ ત્રણ રાશિના જાતકોનું ભાગ્ય, જાણી લેશો તો ફાયદામાં રહેશો...

2026-03-14 16:05:00
Author: Darshana Visaria
Article Image

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ માર્ચ 2026 ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે. આ સમયે ગ્રહોના રાજા સૂર્યદેવ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલેથી જ શુક્ર અને રાહુ બિરાજમાન છે. સૂર્ય અને શુક્રના આ મિલનથી મીન રાશિમાં શુક્રાદિત્ય રાજયોગ અને સાથે જ ત્રિગ્રહી યોગનું નિર્માણ થશે. આ બંને યોગને કારણે કેટલીક રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. 

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 14મી માર્ચના મીન રાશિમાં સૂર્યના ગોચરથી સર્જાઈ રહ્યાં શુક્રાદિત્ય રાજયોગ અને ત્રિગ્રહી યોગની અસર મેષથી લઈને મીન રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ તેમ છતાં કેટલીક એવી રાશિઓ છે કે જેમના પર આ ગોચરની વિશેષ અસર જોવા મળશે. આ રાશિના જાતકો માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે. જ્યારે પણ સૂર્ય અને શુક્ર એક જ રાશિમાં યુતિ કરે છે ત્યારે 'શુક્રાદિત્ય રાજયોગ'નું નિર્માણ થાય છે. આ યોગ માન-સન્માન, સુખ-સુવિધા અને સંપત્તિમાં વધારો કરનાર માનવામાં આવે છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર અત્યંત શુભ ફળદાયી રહેશે. આવકમાં જબરદસ્ત વધારો થવાના યોગ છે. લાંબા સમયથી અટકેલા નાણાં પરત મળી શકે છે. જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ સમય શ્રેષ્ઠ છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને પરિવારમાં ખુશીઓ આવશે.

મિથુનઃ
નોકરી કરતા જાતકો માટે આ સમયગાળો વરદાન સમાન રહેશે. ઓફિસમાં તમારી મહેનતની નોંધ લેવાશે અને પ્રમોશન મળવાની પૂરેપૂરી શક્યતા છે. નવી નોકરીની શોધમાં હોવ તો સારા ઓફર લેટર મળી શકે છે. પિતા અને વડીલોનો સહયોગ મળશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

મીનઃ
સૂર્યનું ગોચર તમારી જ રાશિમાં થઈ રહ્યું છે, તેથી સૌથી વધુ લાભ તમને મળશે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે અને આત્મવિશ્વાસ વધશે. અટકેલા સરકારી કામો પૂર્ણ થશે. જીવનસાથી સાથેના સંબંધો વધુ ગાઢ બનશે. જો તમે વિદેશ જવા ઈચ્છતા હોવ તો તેના માટે પણ માર્ગ મોકળો થશે.