આજે 16મી મે, 2026ના રોજ દેશભરમાં શનિ જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. શનિ જયંતી પર આ વર્ષે ખાસ સંયોગ બની રહ્યો છે અને આ સંયોગ એટલે શનિવાર અને અમાસ. આ અદ્ભૂત સંગમને કારણે આ દિવસનું ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ અનેકગણું વધી ગયું છે.
ન્યાયના દેવતા અને મનુષ્યને તેના કર્મોનું ફળ આપનારા ભગવાન શનિદેવનો જન્મ આજના દિવસે થયો હતો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આજના પવિત્ર દિવસે શનિદેવની વિશેષ પૂજા-અર્ચના કરવાથી શનિદોષ, સાડાસાતી અને ઢૈય્યાના નકારાત્મક પ્રભાવમાંથી મોટી રાહત મળે છે અને જીવનના તમામ અવરોધો દૂર થાય છે.
જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર, શનિદેવની કેટલીક ખાસ રાશિઓ પર હંમેશા કૃપા દ્રષ્ટિ રહે છે અને આજના મહાસંયોગથી આ રાશિના જાતકોનો સુવર્ણ સમય શરૂ થવા જઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ...
Ketu Gochar 2026: માયાવી ગ્રહ કેતુ બુધના નક્ષત્રમાં કરશે પ્રવેશ | Astrology | Rashifal #astrology #ketugochar #maghanakshatra #horoscope2026 #rashifal #zodiacsigns #gemini #virgo #pisces #jyotishshastra #astrologynews #mumbaisamachar pic.twitter.com/vf4uu7MMFB
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) May 16, 2026
તુલાઃ
તુલા રાશિમાં શનિદેવ હંમેશા અત્યંત શક્તિશાળી સાબિત થાય છે, કારણ કે આ રાશિમાં શનિ ઉચ્ચ સ્થાને હોય છે. આ રાશિના લોકો ખૂબ જ ન્યાયપ્રિય અને સમજી-વિચારીને નિર્ણયો લેનારા હોય છે. જો કે તેમને સફળતા થોડી ધીમેથી મળે છે, પરંતુ તે કાયમી હોય છે. કાયદો, વહીવટ, મેનેજમેન્ટ અને બિઝનેસ જેવા ક્ષેત્રોમાં આ રાશિના લોકો મોટું નામ અને પ્રતિષ્ઠા કમાય છે.
મકરઃ
મકર રાશિના સ્વામી ખુદ શનિદેવ છે, તેથી આ રાશિ પર તેમનો વિશેષ પ્રભાવ રહે છે. આ રાશિના જાતકોના જીવનની શરૂઆતમાં, ખાસ કરીને 30 વર્ષની ઉંમર સુધી સખત સંઘર્ષ અને મહેનત કરવી પડે છે. પરંતુ ત્યારબાદ શનિદેવની કૃપાથી તેમના કરિયરમાં અસાધારણ સ્થિરતા આવે છે અને તેઓ અઢળક ધન, માન-સન્માન અને સફળતા પ્રાપ્ત કરે છે.
Shanishchari Amavasya 2026 શનિવાર, 16 મે 2026 ના રોજ શનિશ્ચરી અમાવસ્યા, શનિ જયંતિ અને વટ સાવિત્રી વ્રતનો એક અત્યંત દુર્લભ અને શુભ સંયોગ રચાયો છે. શનિદેવની કૃપા મેળવવા અને સાડાસાતીમાંથી રાહત મેળવવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. આ અવસરે ગોપીતીર્થ ખાતે ખાસ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં… pic.twitter.com/Tobv0dcFKr
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) May 16, 2026
કુંભઃ
કુંભ રાશિ એ શનિદેવની 'મૂળત્રિકોણ' રાશિ ગણાય છે, જ્યાં તેમનો પ્રભાવ ખૂબ જ સંતુલિત અને સકારાત્મક રહે છે. આ રાશિના લોકો ખૂબ જ દૂરંદેશી અને ટેકનિકલ, રિસર્ચ તથા સામાજિક કાર્યોમાં હોશિયાર હોય છે. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તેઓ હિંમત હારતા નથી અને સમય જતાં તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બને છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, આ ત્રણેય રાશિના જાતકોના જીવનમાં 30 વર્ષની ઉંમર પછી શનિનો વાસ્તવિક અને શુભ પ્રભાવ સ્પષ્ટ જોવા મળે છે, જેનાથી તેમની કમાણી અને કિસ્મત બંને ચમકે છે. શનિદેવની પૂર્ણ કૃપા મેળવવા માટે જીવનમાં હંમેશા ઈમાનદારી, અનુશાસન અને સખત મહેનતનો માર્ગ અપનાવવો જરૂરી છે.