Wed May 13 2026

Logo

સેન્સેક્સનું ફ્લેટ ઓપનિંગ, નિફ્ટી 23,400ની નીચે, મેટલ શેરોમાં તેજી

2026-05-13 10:01:00
Author: mumbai samachar team
Article Image

મધ્યપૂર્વની જીયો પોલિટિકલ પરિસ્થિતિ, ક્રૂડ ઓઇલના ભાવોને લઇને રોકાણકારોમાં અસમંજસની સ્થિતિ વચ્ચ ભારતીય શેર બજારનો બેન્ચમાર્ક સૂચકાંક સેન્સેક્સ 119 પોઇન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. મંગળવાર સેશનમાં સેન્સેક્સ 74,559.24ની સપાટીએ બંધ રહ્યો હતો. બુધવારે સેન્સેક્સ 74,439.34ની સપાટીએ ખુલ્યો હતો. બજારમાં મેટલ શેરો આઉટપર્ફોર્મ રહ્યા હતા. 

નિફ્ટી શેરોની વાત કરીએ તો મંગળવારના સેશનમાં નિફ્ટી 23,379.55ની સપાટીએ બંધ રહ્યો હતો. બુધવારના સેશનમાં નિફ્ટી 17 પોઇન્ટના સામાન્ય ઘટાડા સાથે 23,362.45ની સપાટીએ ફ્લેટ ખુલ્યો હતો. નિફ્ટી ટોપ ગેઇનર્સની વાત કરીએ તો એશિયન પેઇન્ટ્સ, અદાણી પોર્ટ્સ, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો, ગ્રાસિમના શેરમાં તેજી જોવા મળી છે. નિફ્ટી ટોપ લૂઝર્સ પર નજર કરીએ તો આઇશર મોટર્સ, પાવર ગ્રિડ કોર્પોરેશન, શ્રીરામ ફાઇનાન્સ, NTPC, મેક્સ હેલ્થકેરમાં સવા ટકાથી પોણા ત્રણ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.  

ગ્લોબલ માર્કેટ પર નજર કરીએ તો યુરોપિયન બજારો લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે. તો નિક્કેઇ, હેંગસેંગ, સ્ટ્રેટ ટાઇમ્સમાં, કોસ્પી, શાંઘાઇ કોમ્પોઝિટમાં ગ્રીન ઝોનમાં કારોબાર જોવા મળી રહ્યો છે.

ગોલ્ડ-સિલ્વર પર ઇમ્પોર્ટ ડ્યૂટીની અસર, જવેલરી શેરોમાં કડાકો

સરકારે સોના અને ચાંદીમાં આયાત ડ્યૂટી વધારવાનો નિર્ણય લેતા જ્વેલરી શેરોમાં કડાકો બોલી ગયો છે. કલ્યાણ જ્વેલર્સ, સેન્કો ગોલ્ડ, ટાઇટન સહિતના જ્વેલરી શેરોમાં અડધા ટકાથી 5 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.