Sat Sep 12 2026

Logo

આઇટી શેરોની વેચવાલી વચ્ચે ભારતીય શેર બજારો લાલ નિશાનમાં

2026-05-12 09:42:00
Author: Mumbai Samachar Team
આઇટી શેરોની વેચવાલી વચ્ચે ભારતીય શેર બજારો લાલ નિશાનમાં

મુંબઇઃ સપ્તાહના બીજા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેર બજારના સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીનું લાલ નિશાન સાથે ઓપનિંગ થયું છે. સોમવારે સેન્સેક્સ 76015.28ની સપાટીએ બંધ રહ્યો હતો. મંગળવારે એટલે કે આજે સેન્સેક્સ 75,688.39 સપાટીએ ખુલ્યો હતો. એટલે કે 326.89 પોઇન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. 

નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી સોમવારના સેશનમાં 23,815.85ની સપાટીએ બંધ રહ્યો હતો. મંગળવારના સેશનમાં નિફ્ટી 23,722.60ની સપાટીએ ખુલ્યો છે. એટલે કે નિફ્ટીમાં 93.25 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. 

રેડ ઝોનમાં કારોબાર કરી રહેલા શેરો પર નજર કરીએ તો આઇટી સેક્ટરમાં વેચવાલીનો મૂડ જોવા મળી રહ્યો છે. ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ટીસીએસ, એચસીએલ ટેકનોલોજી, વિપ્રોએ માર્કેટને નીચેની તરફ ખેંચ્યું છે.