Tue Oct 20 2026

Logo

સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની કસ્ટડી 4 દિવસ લંબાવવાની માંગ, દીપકેએ કરી ભાવુક પોસ્ટ

2026-10-19 18:41:11
Author: Mayur Patel
સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની કસ્ટડી 4 દિવસ લંબાવવાની માંગ, દીપકેએ કરી ભાવુક પોસ્ટ

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે કૉકરોચ જનતા પાર્ટીના નેતા આશુતોષ રાંકા અને સૌરવ દાસની કસ્ટડી પાંચ દિવસ વધારવાની માંગ કરી હતી. આ મામલે સુનાવણી દરમિયાન SEM કોર્ટે કસ્ટડી વધારવાની માંગ પર પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો. સૌરવ અને આશુતોષ રાંકાને જંતર-મંતરમાં પરમીશન વગર પ્રવેશ કરવાના આરોપમાં પ્રિવેંટિવ અરેસ્ટ કરાયા હતા. બંનેને પાંચ દિવસની કસ્ટડીમાં મોકવામાં આવ્યા હતા. આજે તેમની મુક્તિ માટે SEM કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેના પણ સુનાવણી બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.

સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ દીપકેએ કરી પોસ્ટ

કૉકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકેએ આશુતોષ રાંકા અને સૌરવ દાસને લઈ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી હતી. તેમણે જણાવ્યું કે, તેઓ સારા પગારે નોકરી કરતા હતા પરંતુ તેમણે લડાઈનો માર્ગ પસંદ કર્યો. દીપકેએ કહ્યું કે થોડા વર્ષો પહેલાં, આશુતોષ રાંકા પાસે લંડનમાં ખૂબ સારા પગારવાળી કોર્પોરેટ નોકરી હતી, જ્યાં તેઓ લાખો કમાતા હતા. સૌરવ દેશની કાનૂની વ્યવસ્થા વિશે લખતા હતા અને એક શાનદાર જીવન જીવી રહ્યા હતા. બંનેનું કરિયર સફળ હતું, આર્થિક રીતે સુરક્ષિત હતા અને તેમણે પોતાની બનાવેલી જિંદગી એ જ રીતે જીવતા રહેવા માટેનું દરેક કારણ તેમની પાસે હતું. અભિજીત દીપકેએ કહ્યું, આશુતોષ અને સૌરવે આ દેશને એક બહેતર સ્થળ બનાવવાની આશામાં પોતાના એ જીવનને છોડવાનો નિર્ણય કર્યો. તેમની પાસે પોતાની આરામદાયક જિંદગી છોડીને રસ્તા પર ઉતરવા, અનિશ્ચિતતાઓનો સામનો કરવા અને આખરે જેલમાં જવા પાછળ કોઈ કારણ નહોતું. છતાં પણ તેમણે એવું કર્યું.

દિલ્હી પોલીસનું નિવેદન

દિલ્હી પોલીસે એક નિવેદનમાં કહ્યું કે, 13 ઑક્ટોબરના રોજ સૌરવ દાસ, આશુતોષ રાંકા, અજિંકય શિંદે તથા અન્ય લોકો જંતર મંતર પહોંચ્યા હતા. આ સ્થળને પ્રદર્શન સ્થળ તરીકે લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું છે. ત્યા હાજર સુરક્ષા કર્મચારીઓએ તેમને રોકવાની કોશિશ કરી હતી પરંતું દેખાવકારોએ તેમના કામમાં વિઘ્ન નાખ્યું હતું. જાહેર શાંતિ ભંગ અને કાયદાના ઉલ્લંઘન કરવાના કથિત પ્રયાસોને ધ્યાનમાં રાખી દાસ, રાંકા અને શિદેની ધરપકડ કરવામાં આવી હતી. તેના સહયોગી અજિંક્ય શિંદેને શાંતિ જાળવી રાખવા અને સારા વ્યવહારની શરત પર જામીન પર મુક્ત કરાયો હતો.

દિલ્હી પોલીસે સીજેપી નેતાઓ સૌરવ દાસ, આશુતોષ રાંકાની જામીન પર સુનાવણી દરમિયાન એક  ન્યાયાધીશને કથિત રીતે ધમકી આપવાના મામલે રવિવારે અજાણ્યા લોકો સામે એનસીઆર દાખલ કરી હતી. સીજેપીએ આરોપ લગાવ્યો કે બંને નેતાઓની મુક્તિમાં જાણી જોઈને વિલંબ કરવામાં આવી રહ્યો છે.