Wed Sep 02 2026

Logo

આવતા અઠવાડિયે સાંતાક્રુઝમાં ૨૪ કલાક પાણીપુરવઠો બંધ રહેશે

2026-08-06 20:25:11
Author: Sapna Desai
આવતા અઠવાડિયે સાંતાક્રુઝમાં ૨૪ કલાક પાણીપુરવઠો બંધ રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
પશ્ર્ચિમ ઉપનગરમાં સાંતાક્રુઝ અને અંધેરી વિસ્તારમાં પાણીપુરવઠામાં સુધારણા કરવા માટે અમુક કામ હાથ ધરવામાં આવવાના છે, જેમાં આવતા અઠવાડિયામાં મંગળવારથી બુધવાર  સુધીના ૨૪ કલાકમાં અંધેરીમાં પાણી ઓછા દબાણ સાથે તો સાંતાક્રુઝમાં આ સમય દરમ્યાન પાણીપુરવઠો બંધ રહેશે.

પાણીપુરવઠા વિભાગના જણાવ્યા મુજબ પાણીપુરવઠામાં સુધારણા કરવા માટે વિવિધ ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવવાની છે, જેમાં ૨,૪૦૦ મિલીમીટર વ્યાસની વૈતરણા પાઈપલાઈન આંશિક રીતે ખંડિત કરવામાં આવવાની છે, જેનું કામ મંગળવાર, ૧૧ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ સવારે ૧૦ વાગ્યાથી બુધવાર, ૧૨ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ સવારે ૧૦ વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે.

ઓછા દબાણવાળા પાણી પુરવઠાવાળા વિસ્તારો (૧૧મી ઓગસ્ટ ૨૦૨૬)

કબીર નગર, બામણવાડા, પારસીવાડા, એરપોર્ટ વિસ્તાર, તરુણ ભારત કોલોની, ઈસ્લામપુરા, દેઉલવાડી,  ઘાટીવાડા, ચકલા, પી એન્ડ ટી કોલોની (ઓછા દબાણથી પાણી પુરવઠો બપોરે ૦૨.૦૦ થી ૫.૩૦ વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે).

કોલડોંગરી, જૂની પોલીસ લેન, વિજય નગર (સહાર રોડ), મોગરાપાડા (ઓછા દબાણથી પાણી પુરવઠો સાંજે પાંચ  વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે)
બુધવાર, ૧૨મી ઓગસ્ટ ૨૦૨૬ - સહાર વિલેજ, સુતાર પાખડી, કાર્ગો કોમ્પ્લેક્સ (ઓછા દબાણથી પાણી પુરવઠો સવારે પાંચ વાગ્યાથી સવારે આઠ વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે).

પાણી પુરવઠા બંધ રહેશે

સાંતાક્રુઝમાં  મંગળવાર અને બુધવાર પાણી બંધ  રહેશે, જેમાં ડોમેસ્ટિક એરપોર્ટ, હેંગર સ્ટાફ કોલોની, એર ઈન્ડિયા કોલોની, સાંતાક્રુઝ (પૂર્વ), બાંદ્રા રેલ્વે ટર્મિનસ, બાંદ્રા - કુર્લા કોમ્પ્લેક્સ ખાતે પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. બુધવારે સાંતાક્રુઝ (પૂર્વ), ખાર (પૂર્વ), બાંદ્રા (પૂર્વ)ને પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.