Thu Sep 03 2026

Logo

શરદ પવારે નાના પક્ષોને કોંગ્રેસમાં ભેળવવામાં આગેવાની લેવી જોઈએ: રાઉત

2026-06-11 19:14:24
Author: Vipul Vaidya
શરદ પવારે નાના પક્ષોને કોંગ્રેસમાં ભેળવવામાં આગેવાની લેવી જોઈએ: રાઉત

મુંબઈ: શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે ગુરુવારે કહ્યું હતું કે એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે કોંગ્રેસથી અલગ થયા પછી અસ્તિત્વમાં આવેલા નાના પક્ષોને જૂની પાર્ટીમાં પાછા ભેળવવામાં આગેવાની લેવી જોઈએ.
તેમણે કહ્યું હતું કે એવા નેતાઓ છે જે કોંગ્રેસ અને કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારોનો ભાગ હતા અને તેઓ હજુ પણ એક જ વિચારધારાને સમર્થન આપે છે.

‘જો આ (કોંગ્રેસી) વિચારધારા એક સાથે આવે છે, તો તે (વડા પ્રધાન) નરેન્દ્ર મોદી માટે એક મોટો પડકાર ઉભો કરશે. પવારે આ અંગે પહેલ કરવી જોઈએ,’ એમ રાજ્યસભાના સભ્યે પત્રકારોને જણાવ્યું હતું. 
તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના કોંગ્રેસમાં સંભવિત વિલીનીકરણ અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે તેમની ટિપ્પણી આવી છે.