નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રના બીજા તબક્કાની આજથી શરૂઆત થઈ છે. વિદેશ પ્રધાન એસ જયશંકરે પશ્ચિમ એશિયાની સ્થિતિ પર નિવેદન આપ્યું હતું.
વિદેશ પ્રધાન એસ જયશંકરે ઈરાન યુદ્ધ પર રાજ્યસભામાં નિવેદન આપ્યું હતં. તેમણે કહ્યું, ભારત વિસ્તારમાં સૉવરનટીનો સમર્થક છે. સમસ્યાનું સમાધાન વાતચીત દ્વારા લાવવું જોઈએ, ગલ્ફ રીજનમાં એક કરોડ ભારતીયો રહે છે તેમની સુરક્ષાને લઈ સીસીએસની બેઠકમાં પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
વિદેશ પ્રધાને યુદ્ધમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદન વ્યકત કરી હતી. તેમણે કહ્યું, અમે ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે જાન્યુઆરીમાં ત્યાં રહેતા નાગરિકોને શક્ય તેટલા વહેલા સ્વદેશ પરત ફરવાની અપીલ કરી હતી. દૂતાવાસે એડવાઈઝરી પણ જાહેર કરી હતી. આ ઉપરાંત વિદેશ પ્રધાને કહ્યું, ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો પ્રત્યે સતર્ક છે. સપ્લાઈ ચેન પ્રભાવિત થઈ છે. આ ઉપરાંત તેણે કહ્યું, ઈરાનના 3 જહાજ હિન્દ મહાસાગરમાં હતા, તેની વિનંતી પર એકને ડોકિંગની મંજૂરી આપી હતી. આ માટે ઈરાને આભાર પણ માન્યો હતો.
On the situation in West Asia, EAM Dr S Jaishankar says," This ongoing conflict is of particular concern to India. We are a neighbouring region, and have obvious stakes that West Asia remains stable. There are one crore Indians who live and work in the Gulf nations. In Iran, too,… pic.twitter.com/5H6gYIAIhk
— ANI (@ANI) March 9, 2026
આ ઉપરાંત તેમણે જણાવ્યું, ઈરાનમાં ભારતીય વિદ્યાર્થીઓને દૂતાવાસથી મદદ મળી છે. ઈરાનથી લોકોને અર્મેનિયાના રસ્તે બહાકર કાઢવામાં આવ્યા છે. ભારતીયોની મદદ માટે પ્રતિબદ્ધ છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી રબ અને કતારના નેતૃત્વ સાથેવાત કરી છે. મેં ઈરાનના વિદેશ પ્રધાન સાથે 28 ફેબ્રુઆરી અને 5 માર્ચે વાત કર હતી.
On the conflict situation in West Asia, EAM Dr S Jaishankar says," The Indian Embassy has facilitated the relocation of several Indian students in Tehran to places outside. Indian nationals in Iran on business were facilitated to cross over to Armenia to return to India. Our… pic.twitter.com/zmMDEesmYn
— ANI (@ANI) March 9, 2026
વિદેશ પ્રધાન એસ જયશંકર રાજ્યસભામાં પશ્ચિમ એશિયાની સ્થિતિ પર નિવેદન આપવા ઉભા થયા ત્યારે વિપક્ષના સાંસદોએ વાંધો ઉઠાવ્યો હતો. વિપક્ષે અનેક મુદ્દા ઉઠાવ્યા હતા અને તેમને પૂરતી જાણકારી આપવામાં આવી ન હોવાનું જણાવ્યું હતું.