Sat Aug 29 2026

Logo

DGCAનો મોટો નિર્ણય: હવે દેશના દરેક પાઇલટ માટે વર્ષમાં એકવાર રેન્ડમ ડ્રગ્સ ટેસ્ટ બની શકે ફરજિયાત!

2026-08-25 18:03:35
Author: Mumbai Samachar Team
DGCAનો મોટો નિર્ણય: હવે દેશના દરેક પાઇલટ માટે વર્ષમાં એકવાર રેન્ડમ ડ્રગ્સ ટેસ્ટ બની શકે ફરજિયાત!

એર ઈન્ડિયાની ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય લાલઘૂમ; ફ્લાઈટ અને પ્રવાસીઓની સુરક્ષા વધારવા કડક નિયમો લાવવાની તૈયારી

નવી દિલ્હીઃ ફ્લાઈટ લઈને એકથી બીજા એરપોર્ટ વચ્ચે ફ્લાઈ કરતા પાઇલટ પર હવે બાજ નજર રાખવામાં આવશે. નશાની હાલતમાં ફ્લાઈ કરતા પાઇલટે અનેક પ્રવાસીઓના જીવ તાળવે ચોંટ્યા બાદ DGCAએ પાઇલટની દરેક મૂવમેન્ટ સામે આંખ લાલ કરી છે. એર ઈન્ડિયાની ફુકેટ-દિલ્હીની ફ્લાઈટમાં બનેલી ઘટના બાદ એર ઈન્ડિયાએ પણ એક્શન લેવામાં આવ્યા છે. હવે DGCA પણ પાઇલટ પર વૉચ રાખવા માટે વિચારણા કરી રહ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાઈડુએ જણાવ્યું હતું કે, એક પ્રસ્તાવ અંતર્ગત દરેક પાઇલટનો વર્ષમાં એકવાર, ઓછામાં ઓછા એકવાર રેન્ડમ ડ્રગ્સ ટેસ્ટ કરવામાં આવશે. 

વર્ષમાં એકવાર આવું શક્ય છે

હાલના જે નિયમ છે એ અંતર્ગત સમગ્ર પાયલટ નેટવર્કમાં આશરે 10 ટકા પાયલટનો ડ્રગ ટેસ્ટ કરવામાં આવે છે. DGCA હવે એક નવી વ્યવસ્થા અંતર્ગત થોડા ફેરફાર સાથે નવી સિસ્ટમ તૈયાર કરવા માગે છે. આ અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. પ્રસ્તાવ અંતર્ગત વર્ષમાં એકવાર રેન્ડમલી પાલયટે આ ડ્રગ્સ ટેસ્ટ આપવો પડશે. આ અંગેની જાણકારી કોઈ પાઇલટને અગાઉથી આપવામાં આવશે નહીં. 

એના સંબંધિત માહિતી પણ શૅર કરવામાં આવશે નહીં. આનો હેતુ પાઇલટ જે નશાયુક્ત પદાર્થોનું સેવન કરે છે એને રોકવાનો છે. એક જોખમ ઓછું કરવાનો છે. આ ઉપરાંત સમગ્ર ફ્લાઈટને વધુ એક પાઇલટ તરફથી થનારી સુરક્ષાને મજબૂત કરવાનો છે. હાલમાં જે નિયમો છે એની સમીક્ષા કરવામાં આવી રહી છે. અલગ અલગ સ્ટેકહોલ્ડર્સ સાથે વાતચીત ચાલુ છે. સરકાર એ પણ જોઈ રહી છે કે, ડ્રગ્સ ટેસ્ટિંગ વ્યવસ્થાને લઈને કેવી રીતે અસરકારક પગલાં લઈને અમલમાં મૂકી શકાય. 

આવી અસર પણ થઈ શકે

ખાસ કરીને દિલ્હી અને મુંબઈ જેવા સૌથી વ્યસ્ત એરપોર્ટ પર એને ગ્રાઉન્ડ સ્તરે કેવી રીતે લાવી શકાય. સરકાર સામે એક પડકાર ઑપરેશનલ અસરનો પણ છે. હવે જો પાઇલટનો વાર્ષિક ધોરણે એકવાર ટેસ્ટ અનિવાર્ય કરી દેવામાં આવે છે તો એરલાઈન્સ કંપનીના સંચાલન તથા પાઇલટની પ્રાપ્યતા પર મોટી અસર પડી શકે છે. 
આ માટે સુરક્ષા અને વ્યવહારિક જરૂરિયાત વચ્ચે સંતુલન જાળવી રાખવું એ વિષય પર વિચારણા કરવામાં આવી રહી છે. વિભાગને આ વિચાર એવા સમયે આવ્યો છે જ્યારે એર ઈન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઈટમાં ઘટના સાથે જોડાયેલ કેસની તપાસ AAIBના હાથમાં છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, આ કેસની તપાસ ચાલુ છે વિમાન સંબંધિત તમામ ડેટાને સુરક્ષિત કરવામાં આવ્યો છે. વિમાન પણ પોતાની જગ્યા પર સ્થિત છે. ડેટા રેકોર્ડર તથા વિમાન સુરક્ષિત હોવાની સ્થિતિમાં જે તે મુદ્દા સંબંધિત તપાસમાં ઝડપથી રિપોર્ટ તૈયાર થાય એવી આશા છે. 

સરકારનો ટાર્ગેટ

જોકે મંત્રીએ આ ઘટના સંબંધિત રિપોર્ટ ક્યારે આવશે એ અંગે કોઈ તારીખ કે સમયની વાત પર મૌન સેવી લીધું. સરકારનું એવું કહેવાનું થાય છે કે, ડ્રગ્સ ટેસ્ટને લઈને અનેક એવા વિકલ્પો પર વિચારણા થઈ શકે છે. જેમાં પાયલટને વાર્ષિક ધોરણે એકવાર ચેક કરવાનો વિકલ્પ પણ સામેલ છે. હાલમાં આ પ્રસ્તાવ ટેબલ પર જ છે. આને અત્યારે અંતિમ નિયમ કે નિર્ણય માની શકાય એમ નથી. 

વિભાગની સૂચના પૂરી થયા બાદ  અને એક વ્યવસ્થિત નિર્ણય લેવાયા બાદ કોઈ ચિત્ર સ્પષ્ટ થાય. ડ્રગ ટેસ્ટિગના નિયમમાં શું બદલાવ થશે એ હજુ સ્પષ્ટ નથી. સરકારનો પહેલો ટાર્ગેટ પ્રવાસીઓની સુરક્ષા અને વિમાનની સુરક્ષાનો છે. ખાસ કરીને ફ્લાઈટ સંબંધિત સુરક્ષાના પેરામીટરને વધારે મજબૂત કરવાનો છે.