Sat May 02 2026

Logo

મધ્યપૂર્વના યુદ્ધ વચ્ચે અમેરિકી ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું ઈંધણના ભાવમાં પણ વધારો થશે?

2026-03-20 12:07:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ મધ્યપૂર્વનું યુદ્ધ ભારતને અનેક રીતે અસર કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ડોલર સામે રૂપિયા નબળો પડી રહ્યો છે. આજે ડોલર સામે રૂપિયો 19 પૈસા તૂટીને 93.08 પ્રતિ ડોલર થઈ ગયો છે. એટલે અત્યારે ડોલર સામે રૂપિયા સૌથી નીચલા સ્તરે રમી રહ્યો છે. ભારતીય અર્થતંત્ર માટે ચિંતાજનક સાબિત થઈ શકે છે. મહત્વની વાત એ છે કે, યુદ્ધની સ્થિતિમાં ડોલરને કોઈ અસર નથી થઈ રહી! આવું શા માટે થઈ રહ્યું છે? ચાલો જાણીએ...

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, યુએસ ડોલરના મજબૂત થવા અને વિદેશી મૂડીના સતત બહાર જવાને કારણે સ્થાનિક ચલણ પર દબાણ આવી રહ્યું છે. બુધવારે રૂપિયો 92.89 પ્રતિ ડોલરના રિકોર્ડ બ્રેક નીચલા સ્તરે રહ્યો હતો. આજે એ રેકોર્ડ પણ બ્રેક થઈ ગયો છે. આનું મુખ્ય કારણે ઈરાન યુદ્ધ અને અમેરિકાની વેપારનીતિ છે. કારણે કે, આ યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવ પણ આસમાને પહોંચી ગયાં છે. મૂળ વાત એ છે કે, પહેલી વખત રૂપિયા 93 ની પાર ગયો છે. 

યુદ્ધની સ્થિતિ ડોલર મજબૂત અને રૂપિયો કમજોર

નિષ્ણાતોનું માનવું છે કે, જ્યારે પણ દુનિયામાં યુદ્ધની સ્થિતિ સર્જાય છે ત્યારે ડોલર મજબૂત થયા છે અને રૂપિયા જેવું ચલણ કમજોર પડે છે. વર્તમાનમાં પણ એ જ થઈ રહ્યું છે. એટલું જ નહીં પરંતુ વિદેશી કારણકારો ભારતમાંથી પોતાનું નાણું પાછું નીકાળી રહ્યાં છે. છેલ્લા 12 દિવસમાં આ વિદેશીઓએ રૂપિયા 74,000 કરોડના શેર વેચ્યાં છે. વિદેશી રોકાણકારો આ રૂપિયો વેચીને ડોલર ખરીદી રહ્યાં છે તેના કારણે પણ રૂપિયો ગગડી રહ્યો છે. 

રૂપિયો અત્યારે રિકોર્ડ બ્રેક નીચલા સ્તરે પહોંચ્યો

1947માં જે ડોલર સામે રૂપિયો 4 પ્રતિ ડોલરે હતો, તે અત્યારે રૂપિયો 93.08 પ્રતિ ડોલરના રિકોર્ડ બ્રેક નીચલા સ્તરે પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં ભારતે શું પગલા લેવા જોઈએ તે પણ એક પ્રશ્ન બની ગયો છે. આવી સ્થિતિમાં ઈંધણના ભાવમાં પણ વધારે થશે તેવું લાગી રહ્યું છે. કારણે કે, યુદ્ધના કારણે એક બાજુ ઈંધણની આયાત ઓછી થઈ ગઈ છે, અને તેમાં પણ ભાવ 106 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે. નજીકના ભવિષ્યમાં ભાવ વધારો થશે તેવું નિષ્ણાતો માની રહ્યાં છે. 

ડોલર સામે ભારતીય રૂપિયો કેમ ગગડ્યો?

ભારતીય રૂપિયો ડોલર સામે ઐતિહાસિક નીચલા સ્તરે ગગડ્યો છે. પશ્ચિમ એશિયામાં તણાવ, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને વિદેશી રોકાણકારો (FII) દ્વારા ભારતીય બજારમાંથી સતત વેચાણ અને નાણાં ઉપાડવાને કારણે રૂપિયામાં આ મોટો ઘટાડો આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.