Sun Jul 26 2026

Logo

તમે પણ ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગુમાવ્યા છે? ગભરાશો નહીં! RBIનો આ નવા નિયમ જાણી લેશો તો ફાયદામાં રહેશો...

2026-03-11 15:42:00
Author: Darshana Visaria
Article Image

ડિજિટલ ટ્રાન્ઝેક્શનના વધતા વ્યાપની સાથે ઓનલાઇન ફ્રોડના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. આ પરિસ્થિતિમાં સામાન્ય જનતાના હિતોનું રક્ષણ કરવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ કડક નિયમો જાહેર કર્યા છે. જો તમારા બેંક ખાતામાંથી કોઈ છેતરપિંડી થાય, તો તેની જવાબદારી કોની રહેશે અને વળતર કેવી રીતે મળશે, તે અંગેની નવી ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે. ચાલો જાણીએ શું કહે છે આરબીઆઈની ગાઈડલાઈન્સ... 

ડિજિટલ ફ્રોડ કે સ્કેમના કિસ્સામાં વળતર અંગેની બહાર પાડવામાં આવેલી નવી ગાઈડલાઈન્સમાં આરબીઆઈ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો ગ્રાહકની કોઈ પણ ભૂલ વિના સ્કેમ થાય કે ફ્રોડ થાય તો આ કિસ્સામાં કસ્ટમરે એક પણ રૂપિયાનું નુકસાન ઉઠાવવાનો વારો નહીં આવે અને સંબંધિત બેંકે કસ્ટમરને પૂરેપૂરું વળતર ચૂકવવું પડશે. 

વાત કરીએ કસ્ટમરની ઝીરો લાયેબિલિટીલી તો આવા કિસ્સામાં ફ્રોડમાં કસ્ટમરની કોઈ જવાબદારી રહેશે નહીં અને બેંક આખું વળતર ચૂકવશે. જેમ કે બેંકની સિસ્ટમમાં કોઈ એરર કે સમસ્યા હોય. આ સિવાય જો છેતરપિંડી કરનાર થર્ડ પાર્ટી હોય અને એમાં ગ્રાહકની કોઈ ભૂલ ન હોય, પરંતુ ગ્રાહક ફ્રોડ થયાના ત્રણ વર્કિંગ દિવસોમાં બેંકને જાણ કરી દે. 

જો કસ્ટમ ફ્રોડ થયાના ચારથી સાત દિવસમાં બેંકને જાણ કરે તો તેની જવાબદારી જવાબદારી મર્યાદિત રહેશે. આનો સીધેસીધો અર્થ એવો થાય છે કે નુકસાનની અમુક રકમ તો કસ્ટમરે ભોગવવી પડી શકે છે (જે ટ્રાન્ઝેક્શનના પ્રકાર અને બેંકના નિયમો પર આધારિત છે), જ્યારે બાકીની રકમ બેંક પાછી આપશે.

કસ્ટમરની જવાબદારી ક્યારે?

જો કસ્ટમરે પોતાની બેદરકારીથી (જેમ કે પોતાનો ઓટીપી, પિન કે પાસવર્ડ કોઈને શેર કર્યો હોય) પૈસા ગુમાવ્યા હોય, તો જ્યાં સુધી ગ્રાહક બેંકને જાણ ન કરે ત્યાં સુધીનું તમામ નુકસાન ગ્રાહકે પોતે ભોગવવું પડશે. જો કે, જાણ કર્યા પછીના કોઈપણ ટ્રાન્ઝેક્શન માટે બેંક જવાબદાર રહેશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમ વિશે વાત કરીએ તો કસ્ટમરની ઝીરો રિસ્પોન્સિબિલિટી પુરવાર થઈ જાય તો બેંકે ફ્રોડની જાણ થયાના 10 કામકાજના દિવસોમાં તે રકમ ગ્રાહકના ખાતામાં 'શેડો ક્રેડિટ' (Provisional Credit) તરીકે જમા કરવી પડશે.