દર્શન ભાવસાર
વચનની ખરી કિંમત કોણ સમજાવે?
* પરિણીત પુરુષ. (અફસોસ સાથે!
ગધેડાના ગામ વસે. તો ઘોડાના?.
* વરઘોડા નીકળે...
શેર બજારનું પ્રતીક આખલો-રીંછ તો રોકાણકારનું?
* બાપડી બકરી...
ગોકળગાય ધીમી કેમ ચાલે?
* ફાસ્ટ નથી ચાલી શકતી એટલે...
ફિલ્મ ક્યાં જોવી સારી થિયેટરમાં કે ટીવી પર?
* ઘેર પત્ની સાથે અને (ગર્લ) ફ્રેન્ડ સાથે થિયેટરમાં...
ભેળસેળનું સેલ ક્યારે નીકળે?
* રોજેરોજ...
શું ભૂલવાથી દુ:ખ ઓછું થઈ શકે?
* લોનના હપ્તા અને દેણદારને રૂપિયા પાછા આપવાનું...
દેણદાર પૈસા આપવાનું કેમ ભૂલી જતા હશે?
* આ ત્રણ અક્ષરના આ શબ્દને કારણે ... એ શબ્દ છે દા-ન-ત !
ઉપાધિના પોટલા હોય તો થેલો કે બેગ કેમ નહીં?
* એ રાખો તો ઉપાધિ વધે...
‘ધૂરંધર’ જેવી ફિલ્મ ગુજરાતીમાં કેમ બનતી નથી?
* ભઈલા, બહુ મોંઘી પડે. ને પછી સબસીડી ના મળે...
પ્રેમિકાના પિતા દીકરીના પ્રેમીની પરીક્ષા લે તો?
* દીકરીના પ્રેમી ને ફુલ્લી ફેલ કરે...
માતા તીર્થ તો સાસુ?
* દેવીની દેરી...
નેતા શિક્ષક બને તો?
* વિદ્યાર્થીને સ્વયંસેવક કે કાર્યકર બનાવી દે...
મહાભારત ના થયું હોત તો?
* ફિલ્મ - સિરિયલ વગેરેની રામાયણ ના થાત...
દીવાનગી માટે કોની પરવાનગી લેવી પડે?
* પ્રેમિકાના પિતાની...