Wed Jun 17 2026

Logo

રામમંદિર દાન ચોરીના પ્રકરણમાં ટીનુ યાદવના નિવાસેથી કરોડો રૂપિયાનું  સોનું જપ્ત

2026-06-16 22:43:41
Author: Chandrakant Kanoja
Article Image

અયોધ્યા: અયોધ્યામાં રામમંદિરના દાન ચોરીના પ્રકરણમાં મહત્વની માહિતી સાંપડી છે. જેમાં મુખ્ય સંદિગ્ધ રામશંકર યાદવ ઉર્ફ  ટીનુ યાદવના નિવાસેથી કરોડો રૂપિયાનું  સોનું જપ્ત કરવામાં આવ્યું છે. તેમજ રૂપિયા 50 કરોડથી વધુની બેનામી સંપત્તિનો પણ પર્દાફાશ થયો છે.

ચંપત રાયની છ કલાક પૂછપરછ કરી અને ડિજિટલ પુરાવાઓની તપાસ કરી હતી

અયોધ્યામાં રામ મંદિરના દાનમાંથી  કરોડો રૂપિયાના ઉચાપતનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જેની બાદ  મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા એસઆઇટીની રચના કરી હતી. તેમજ એસઆઇટી આ કેસની તપાસ માટે  15 જૂન, 2026 ના રોજ અયોધ્યા પહોંચી હતી. આ  ટીમે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયની છ કલાક પૂછપરછ કરી અને ડિજિટલ પુરાવાઓની તપાસ કરી હતી. 

પાંચ મુખ્ય શંકાસ્પદો પાસેથી આશરે  રૂપિયા 2 કરોડ રોકડા જપ્ત 

આ કાર્યવાહી પૂર્વે  પાંચ મુખ્ય શંકાસ્પદો પાસેથી આશરે  રૂપિયા 2 કરોડ રોકડા, એક લક્ઝરી કાર અને ત્રણ આઇફોન જપ્ત કરવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના નજીકના સહયોગી રામશંકર યાદવ ઉર્ફે ટીનુનું નામ સામે આવ્યું છે. 13 જૂન, 2026 ના રોજ ટીનુના પૈતૃક ઘર પર દરોડા દરમિયાન મોટી માત્રામાં શુદ્ધ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.

ટિનુ યાદવ પાસે 50 કરોડથી વધુની બેનામી સંપત્તિ 

આ ઉપરાંત સૂત્રોના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં આ સોનાની કિંમત અનેક કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ટિનુ યાદવ પાસે અયોધ્યા અને લખનૌમાં  રૂપિયા 50 કરોડથી વધુની બેનામી સંપત્તિ છે. ટીનુ યાદવ  ઓટો-રિક્ષા ચલાવતો હતો. અયોધ્યા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે તેની પાસે 70 રૂમની વિદ્યાર્થી છાત્રાલય પણ છે. જ્યારે  એસઆઇટી  ટૂંક સમયમાં આ મિલકતની પણ તપાસ કરી શકે છે.

સોમેશ આનંદ પણ સુરક્ષા એજન્સીઓના રડારમાં

આ ઉપરાંત ગોપાલ રાવનો કથિત ભત્રીજો  સોમેશ આનંદ પણ સુરક્ષા એજન્સીઓના રડારમાં છે. જે મુખ્યત્વે મંદિર બાંધકામનો હવાલો સંભાળતો હતો. છેલ્લા એક વર્ષમાં સોમેશ દેશભરના વિવિધ રાજ્યોમાં 50 થી વધુ શંકાસ્પદ યાત્રાઓ કરી ચૂક્યો છે. તે અયોધ્યા રેલ્વે સ્ટેશનથી દક્ષિણ ભારત સુધી ટ્રેન દ્વારા મુસાફરી કરતો હતો, બોરીઓમાં ભારે વજન લઈને જતો પરંતુ હવાઈ માર્ગે ખાલી હાથે અયોધ્યા પાછો ફરતો હતો. હાલમાં તેના બેંક ખાતાઓ અને ફ્લાઇટ ટિકિટોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.

કેડી તિવારીનું નામ પણ ખૂલ્યું

આ કેસમાં  રામ લલ્લાના દાગીનાના સંચાલનની પ્રાથમિક વહીવટી જવાબદારી સંભાળતા કેડી તિવારીનું નામ પણ ખૂલ્યું છે. સુરક્ષા અધિકારીઓએ તેમના નિવાસસ્થાન પર પણ દરોડા પાડ્યા હતા. કે.ડી. તિવારી દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા રૂપિયા 1.5 કરોડના જમીન સોદાની તપાસ ચાલી રહી છે. 

જવાબદારી  દાગીનાનું વજન કરાવી અને રસીદો આપવા સુધી મર્યાદિત 

જોકે, કેડી તિવારીને મીડીયને  જણાવ્યું હતું કે મારી ફરજ ભક્તો દ્વારા દાનમાં આપવામાં આવેલા દાગીનાનું વજન કરાવી અને રસીદો આપવા સુધી મર્યાદિત હતી. તેની બાદ  હું  આ વસ્તુઓ ટ્રસ્ટના વરિષ્ઠ અધિકારીઓને સોંપતો હતો.ત્યારબાદ દાગીના સાથે શું થયું તેની  મને કોઈ જાણકારી નથી.