રાત્રિના શાંતિમાં આપણો દેશ અવકાશમાંથી ચમકતા હીરા જેવો દેખાયો છે. નાસા સ્પેસ સ્ટેશનના એક ટાઇમ-લેપ્સ વિડિયોએ આખી દુનિયાને મોહિત કરી દીધી છે. સમુદ્ર પર વીજળીના ચમકારાથી વિપરીત પ્રકાશમાં દેખાતા ભારતીય શહેરોને જોઈને લોકોની આંખ ચાર થઈ ગઈ હતી.જ્યારે આખી દુનિયા રાત્રિના અંધારામાં સૂઈ રહી હોય છે ત્યારે આપણી પૃથ્વીથી 400 કિલોમીટર ઉપરથી અવકાશમાંથી એક અનોખો જાદુઈ પ્રકાશમાં જોવા મળ્યો છે. જેમાંથી જોતા ભારત દેશ એક ડાયમંડથી કમ નથી.
ભારત અને શ્રીલંકા સ્પષ્ટ દેખાયા
આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) એ ભારત અને શ્રીલંકાનો એક વિડિઓ કેદ કર્યો છે જે ખરેખર મનમોહક છે.જ્યારે ભારતનો નકશો રાત્રિના અંધકાર સામે શહેરોની ઝગમગતી રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો, મન્નારના અખાત અને બંગાળના અખાત પર આકાશમાં એક સાથે ડઝનબંધ વીજળીના ચમકારા એક અદભુત કુદરતી પ્રકાશનું સર્જન કર્યું હતું. નાસા દ્વારા બહાર પાડવામાં આવેલા આ અદ્ભુત વિડિયોએ સોશિયલ મીડિયા પર જોરશોરથી શૅર થઈ રહ્યો છે. અવકાશમાંથી રેકોર્ડ કરવામાં આવેલો આ વિડિયો નાસાના જોનસન સ્પેસ સેન્ટરના અર્થ સાયન્સ એન્ડ રિમોટ સેસિંગ યુનિટમાંથી પોસ્ટ કરવામાં આવ્યો હતો.
India and Sri Lanka at night seen from space, with thunderstorms in the Gulf of Mannar and Bay of Bengal. pic.twitter.com/lkUuPxtxl0
— Wonder of Science (@wonderofscience) July 25, 2026
જાદુઈ કેનવાસ જેવું ચિત્ર
જે અન્ય કેટલીક તસવીરને ભેગી કરીને બનાવવામાં આવ્યો છે. વિડિઓ અરબી સમુદ્ર ઉપરથી ઉડાન ભરીને દક્ષિણ ભારત અને શ્રીલંકા તરફ આગળ વધે છે ત્યારે શરૂ થાય છે. જેમ જેમ ISS આગળ વધે છે, તેમ તેમ વીજળીના તીવ્ર ચમકારા મન્નારના અખાતમાં પાણીના સાંકડા પટ ઉપર વાદળોને સ્પષ્ટ કરે છે, જે ભારત અને શ્રીલંકાને અલગ કરે છે.જમીન પરના શહેરોના ચમકતા પ્રકાશ અને આકાશમાં ચમકતા કુદરતી વીજળીનો આ સંગમ અવકાશમાંથી જોવામાં આવે ત્યારે એક જાદુઈ કેનવાસ જેવો દેખાય છે.ચોમાસા દરમિયાન બનતા આ તોફાની વાદળોના તીવ્ર કદને જમીન પરથી સમજવું લગભગ અશક્ય છે.એવા સમયે આ અવકાશમાંથી સામે આવેલો વિડિયો યુઝર્સને ખૂબ જ પસંદ પડી રહ્યો છે.
નિષ્ણાંતોનો મત
આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પૃથ્વીથી આશરે 400 કિલોમીટરની ઊંચાઈ પર સ્થિત છે અને લગભગ 28,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભ્રમણ કરે છે. આ અવકાશ મથક દ્વારા આપવામાં આવેલું અનોખું દૃશ્ય - જે ફક્ત 90 મિનિટમાં સમગ્ર પૃથ્વીની ભ્રમણકક્ષા પૂર્ણ કરે છે - સંશોધકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.આવા સ્થળોનું મહત્વ ફક્ત સુંદરતાથી આગળ વધે છે. ISS માંથી મેળવેલા ફૂટેજ વૈજ્ઞાનિકોને વાદળો બનાવવાની પ્રક્રિયાઓ, વીજળીની આવર્તન, ચક્રવાતી તોફાનો અને આબોહવા પરિવર્તનની ઊંડી સમજ મેળવવામાં મદદ કરે છે. અવકાશમાંથી આ દૃશ્ય ભારતના ગતિશીલ હવામાન અને આપણી પૃથ્વીની કુદરતી ઊર્જાનો ભવ્ય પુરાવો છે.એવું નિષ્ણાંતો માની રહ્યા છે.