Tue Oct 06 2026

Logo

પોતાનો ચહેરો ભાડે આપી લોકો કમાઈ રહ્યા છે રૂપિયા 65,000 સુધીની રકમ! AI માઇક્રોડ્રામાનો નવો ટ્રેન્ડ

2026-10-03 16:16:44
Author: Darshana Visaria
પોતાનો ચહેરો ભાડે આપી લોકો કમાઈ રહ્યા છે રૂપિયા 65,000 સુધીની રકમ! AI માઇક્રોડ્રામાનો નવો ટ્રેન્ડ

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની ક્રાંતિએ હવે સામાન્ય માણસના ચહેરાને પણ કમાણીનું સાધન બનાવી દીધું છે. ચીનમાં આ દિવસોમાં ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પોતાનો ચહેરો ભાડે આપવાનો અને ફોટોગ્રાફ્સનું કોમર્શિયલ લાયસન્સ વેચવાનો એક અનોખો ટ્રેન્ડ જોર પકડી રહ્યો છે. લોકો AI જનરેટેડ વીડિયો ગેમ્સ, જાહેરાતો અને ૧ થી ૨ મિનિટની શોર્ટ સીરિઝ (માઇક્રોડ્રામા) માં પોતાના ચહેરાના ઉપયોગના બદલામાં ₹૧,૫૦૦ થી લઈને ₹૬૫,૦૦૦ સુધીની કમાણી કરી રહ્યા છે.

જોકે, વિના મહેનતે મળતા આ પૈસાની પાછળ આઇડેન્ટિટી થેફ્ટ (ઓળખની ચોરી), કોપીરાઇટ ઉલ્લંઘન અને પ્રાઇવસીના અત્યંત ગંભીર કાનૂની જોખમો પણ ઝડપથી સામે આવી રહ્યા છે.

એઆઈ નિર્માતાઓમાં હ્યુમન ફેસની કેમ વધી રહી છે માંગ?
માઇક્રોડ્રામાનો ક્રેઝ: ચીનમાં હાલ એકથી બે મિનિટના ટૂંકા એપિસોડવાળા માઇક્રોડ્રામાનો જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. વર્ષ 2026ના પહેલાં ત્રિમાસિક ગાળામાં રીલિઝ કરવામાં આવેલા આશરે 1,28,000 માઇક્રોડ્રામામાંથી 95 ટકાથી વધુમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો.એક્ટિંગની જરૂર નથી: એઆઈ વીડિયોમાં કલાકારોએ શૂટિંગ સેટ પર જઈને અભિનય કરવાની જરૂર પડતી નથી; અહીં ચહેરા માત્ર એક ડિજિટલ ડેટા તરીકે વપરાય છે. નિર્માતાઓને યુવાનોથી લઈને વૃદ્ધો સુધીના વિવિધ વાસ્તવિક લુક્સ જોઈતા હોવાથી સામાન્ય લોકો કમાણીની લાલચમાં લાયસન્સ આપી રહ્યા છે.

કેવી રીતે કામ કરે છે 'ફેસ રેન્ટિંગ' સિસ્ટમ?:
વાત કરીએ કઈ રીતે આ ફેસ રેન્ટિંગ કઈ રીતે કામ કરે છે એની તો સ્ટુડિયો શૂટ અને ડિજિટલ મોડેલ: 'એક્ટ-આઈડી' (Act-ID) જેવા વિશિષ્ટ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ લોકો સ્ટુડિયો જઈને વિવિધ એંગલથી ફોટો પડાવે છે. કન્ટેન્ટ પ્રોડ્યુસર્સ પોતાની સ્ક્રિપ્ટ, ઉંમર અને જેન્ડર મુજબ ચહેરાઓ શોર્ટલિસ્ટ કરે છે. મંજૂરી મળતાં જ તે વ્યક્તિના ચહેરાનું ડિજિટલ મોડેલ (AI Digital Avatar) બનાવીને તેનો ઉપયોગ ગેમિંગ કે એડ્સમાં કરવામાં આવે છે.

શું છે સાઈડ ઈફેક્ટ? 
દરેક સિક્કાની બે બાજું હોય છે એ રીતે જ આ બિઝનેસની કેટલીક સાઈડ ઈફેક્ટ પણ છે. અનેક એઆઈ કંપનીઓ નિર્ધારિત મર્યાદા બહાર જઈને લોકોના ચહેરા ચોરી રહી છે. ચીનમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સના ચહેરા વાપરીને કરોડો વ્યૂઝવાળી બોગસ સીરિઝ બનાવી દેવાઈ હતી. વિવાદ વધતાં બાઇટડાન્સ જેવી દિગ્ગજ કંપનીઓએ 85,000થી વધુ ગેરકાયદે એઆઈ વીડિયો હટાવવા પડ્યા હતા. 

એગ્રીમેન્ટની શરતો પારદર્શક ન હોવાને કારણે સામાન્ય વ્યક્તિને ખબર જ નથી પડતી કે તેના ચહેરાનો ઉપયોગ કયા દેશમાં, કઈ વેબસાઇટ પર કે કેવા સંવેદનશીલ કે અશ્લીલ કન્ટેન્ટમાં થઈ રહ્યો છે. પ્રાઇવસી અને ઇમેજ રાઇટ્સના ઉલ્લંઘનને પગલે કોર્ટમાં કેસોનો મોટો ભરાવો થયો છે. ચીનની ગ્વાંગઝૂ ઇન્ટરનેટ કોર્ટે છેલ્લા 3 વર્ષમાં AI સંબંધિત ફોટો ચોરીના આશરે 700 કેસોની સુનાવણી કરી છે.

વધુ જુઓ...