Thu Aug 20 2026

Logo

રાજકોટના સ્પામાં પોલીસનો દરોડો, અંદર જે મળ્યું તે જોઈ પોલીસ પણ ચોંકી!

2026-08-05 22:21:11
Author: Mumbai Samachar Team
Article Image

રાજકોટઃ રાજકોટ શહેરના બાલાજી હોલ પાસે ધ મોક્ષ સ્પામાં પોલીસે દરોડા પાડતા અંદરથી કુટણખાનું ચાલતું હોવાનું ઝડપાયું છે. કુટણખાનાનો પર્દાફાશ થતા સ્પામાં ચાલી રહેલી પ્રવૃતિઓ પર ફરી એકવાર સવાલ ઊભા થઈ રહ્યા છે. રાજકોટ એ ડિવિઝન પોલીસે કિશાનપરા રોક્યો આવેલા ગ્રીન એપલ સ્પામાં દરોડા પાડી દેહવેપાર કરાવતા ચા સંચાલક, મેનેજર અને ટેલિકોલરની ધરપકડ કરી ₹47હજારનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. આ ઝડપાયેલા શખ્સો બાહરથી ગણિકાઓને બોલાવીને 2થી 3 હજાર આપીને ધંધો કરાવતા હતા. પોલીસે મેઘાયલ, મુંબઈની યુવતીઓને પૂછપરછ કરીને મુક્ત કરાવી છે. 

આ રીતે પકડાયું
એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ જે.વી. વાઢિયા અને પીએસાઈ એસ. આર. ચાવડાના માર્ગદર્શન હેઠળના પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે,કિશાનપરા ચોક નજીક આવેલ બી.કે.કર્મશિયલ એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલા ગ્રીન એપલ સ્પામાં સંચાલક બાહરથી યુવતીઓને અહીંયા કામ હેતું બોલાવીને અન્ય ધંધો કરાવતો હતો. દેહવ્યપારા કરાવવા માટે મજબૂર કરતો હતો. એ ડિવિઝનના પીઆઈ જે.વી.વાઢાની ટીમે એક ડમી ગ્રાહક મોકલીને દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયા સ્પાની આડમાં કુટણખાનું ઝડપાયું હતું. ડમી ગ્રાહક દ્વારા સ્પામાં પ્રવેશ કરી સંચાલકો સાથે વાતચીત કર્યા બાદ યોગ્ય સમયે પોલીસને ઈશારો કરવામાં આવ્યો હતો.આ ઇશારો મળતા જ પી.આઈ. જે.વી.વાઢિયા અને પોલીસ સ્ટાફે સ્પામાં રેડ કરી હતી.રેડ દરમિયાન પોલીસને સ્પાના કાઉન્ટર પર અને અંદરથી સંચાલકો મળી આવ્યા હતા.

કાયદેસરની કાર્યવાહી કરાઈ 
દરોડામાં સ્પા સંચાલક અમન ઠાકુર, દિપેશ વિશ્વકર્મા અને ટેલિકોલર વિકાસ કુલદીપ વિશ્વકર્મા સ્પામાં હાજર મળતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સ્પાના અન્ય રૂમની તપાસ કરતા મેઘાલયની એક યુવતી અને એક ગ્રાહક કંઢગી સ્થિતિમાં મળી આવ્યા હતા. અન્ય રૂમમાં તપાસ કરતા મુંબઈની બે યુવતી મળી આવી હતી અને રાજકોટની એક યુવતી પણ મળી આવી હતી. આ કેસમાં પોલીસે ઈમોરલ ટ્રાફિકિંગ એક્ટ અંતર્ગત ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કેસમાં મહિલાએ સ્પષ્ટતા કરી હતી કે, સંચાલક જ અહીંયા બોલાવતો હતો.ટેલિકોલર બાહરની ગ્રાહક શોધીને લાવતો હતો. બાહરથી 3 હજાર રૂપિયા વસુલ કરતો અને જે તે યુવતીને માત્ર હજાર રૂપિયા આપતો હતો. કુલ મળીને 47 હજારનો મુદ્દામાલ મળી આવ્યો છે.